Hyundai Exter Finance Detail: હ્યુન્ડાઈ કંપનીએ ભારતમાં પોતાની માઇક્રો એસયુવી કાર એક્સ્ટરનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરી દીધું છે. આ નવું મોડલ પહેલા કરતા વધુ આધુનિક છે અને નવા અપડેટ્સ સાથે આવે છે. નવી એક્સ્ટરની એક્સ-શોરૂમ કિંમત 5.79 લાખથી 9.41 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. કમાલની વાત એ છે કે તમે આ નવી કારને માત્ર 1 લાખ ડાઉન પેમેન્ટ કરીને ઘરે લાવી શકો છો અને બાકીના વધેલા રૂપિયાના હપ્તા કરાવી શકો છો. બાદમાં દર મહિને તમારે આ હપ્તાની ચુકવણી કરવાની રહેશે. આજે અમે તમને આ કારની ફાયનાન્સ ડિટેલ જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કારની ફાયનાન્સ ડિટેલ…
જેમ કે અમે તમને ઉપર જણાવ્યું કે આની એક્સ-શોરૂમ કિંમત 5.79 લાખથી શરૂ થઈને ટોપ મોડલ માટે 9.41 લાખ રૂપિયા સુધી જાય છે. જોકે, આ માત્ર કારની એક્સ-શોરૂમ કિંમત છે. કાર ખરીદવા પર આ પ્રાઈસ વધી જાય છે. જો તમે આના 5,79,900 રૂપિયાની શરૂઆતી કિંમત વાળા HX2 મોડલને ખરીદો છો, જે પેટ્રોલ એન્જિન સાથે મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં આવે છે, તો તેની કિંમતમાં 34,794 રૂપિયા આરટીઓ માટે અને 34,096 રૂપિયા ઇન્સ્યોરન્સ માટે ઉમેરવામાં આવશે. તમામ ખર્ચાઓ ઉમેર્યા પછી કારની ઓન-રોડ કિંમત 6,48,790 રૂપિયા થઈ જશે.
દર મહિનાનો હપ્તો
1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરીને આ કાર ખરીદવા પર તમારે બાકીના વધેલા 5,48,790 રૂપિયાની બેંકમાંથી લોન કરાવવી પડશે. જો બેંકમાંથી પાંચ વર્ષ માટે 10 ટકા વ્યાજના દરે લોન કરાવવામાં આવે છે તો દર મહિને તમારો 11,660 રૂપિયાનો હપ્તો બનશે. આ રીતે તમે પાંચ વર્ષમાં કુલ 1,50,820 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવશો. આ હિસાબે તમારી કારની કુલ કિંમત 7,99,610 રૂપિયા થઈ જશે. જો તમે ડાઉન પેમેન્ટ વધારી દો છો તો તમારી માસિક રકમ ઓછી થઈ જશે અને તમારે ઓછું વ્યાજ આપવું પડશે. સાથે જ જો તમે ઈચ્છો તો વ્યાજ ચૂકવવાના સમયને પણ ઘટાડી કે વધારી શકો છો. આનાથી તમારા માસિક હપ્તા પર ફર્ક પડી જશે.
કારના ફીચર્સ પણ જાણી લો…
આ તો થઈ કારની ફાયનાન્સ ડિટેલ, હવે કારના ફીચર્સ વિશે જાણી લો. આમાં 1197 cc નું 4 સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે 82bhp ની પાવર અને 113.8Nm નો ટોર્ક જનરેટ કરે છે. હ્યુન્ડાઈનો દાવો છે કે આ સેગમેન્ટમાં આ એકમાત્ર કાર છે જેમાં 4-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ મેન્યુઅલ અને AMT (ઓટોમેટિક) બંને વિકલ્પોમાં છે.
આમાં ઇન-બિલ્ટ ડેશકેમ આપવામાં આવ્યું છે, જે આ સેગમેન્ટમાં પહેલીવાર કોઈ કારમાં આપવામાં આવ્યું છે. આમાં ઇલેક્ટ્રિક સનરૂફ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને રિયર ટાઇપ-સી યુએસબી પોર્ટ જેવા ફીચર્સ મળશે. ખાસ વાત એ છે કે સેફ્ટી માટે આમાં 45 થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં 30 ફીચર્સ તમામ વેરિએન્ટ્સમાં સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યા છે.

