Ola Electric Roadster: ઓલાની રોડસ્ટર બાઇકને મળી લીલી ઝંડી, મેડ ઇન ઇન્ડિયા બેટરી સાથે મચાવશે ધૂમ, જાણો ક્યારે શરૂ થશે ડિલિવરી!

Arati Parmar
2 Min Read

Ola Electric Roadster: મોટી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓમાં સામેલ ઓલા ઇલેક્ટ્રિકને 4680 Bharat Cell બેટરી પેક વાળી Roadster X+ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ માટે સરકાર તરફથી સર્ટિફિકેશન મળ્યું છે. કંપની ટૂંક સમયમાં આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલની ડિલિવરી શરૂ કરશે. કંપનીએ આ બેટરી પેકને દેશમાં જ ડેવલપ કર્યું છે.

Ola Electric એ જણાવ્યું કે Roadster X+ (9.1 kWh) ને સરકારી ટેસ્ટિંગ એજન્સી, ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ઓટોમોટિવ ટેકનોલોજી તરફથી સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ હેઠળ અપ્રૂવલ મળ્યું છે. આ સર્ટિફિકેશન સાથે Roadster X+ ની ડિલિવરી શરૂ કરવામાં આવશે. આ સર્ટિફિકેશન માટે Roadster X+ ની સેફ્ટી અને પરફોર્મન્સના લિહાજથી કડક ટેસ્ટિંગ કરવામાં આવશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે Roadster X+ ને સરકાર તરફથી સર્ટિફિકેશન મળવું એ કંપનીની દેશમાં એન્ડ-ટુ-એન્ડ EV ટેકનોલોજી બનાવવાની યાત્રામાં એક મોટી ઉપલબ્ધિ છે.

- Advertisement -

તાજેતરમાં જ ઓલા ઇલેક્ટ્રિકે 4680 Bharat Cell વાળા વ્હીકલ્સની ડિલિવરી શરૂ કરી હતી. આ સાથે પોતાનું બેટરી પેક અને સેલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ રાખનારી ઓલા ઇલેક્ટ્રિક ભારતની પ્રથમ કંપની બની હતી. આ બેટરી પેક વધુ રેન્જ, બહેતર પરફોર્મન્સ અને વધુ સેફ્ટીની ઓફર કરે છે. ઓલા ઇલેક્ટ્રિકના S1 Pro+ માં 5.2 kWh ની બેટરી આપવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 13 kW ની મોટર આપવામાં આવી છે. S1 Pro+ ની રેન્જ લગભગ 320 કિલોમીટરની છે. તેમાં ચાર રાઇડિંગ મોડ – Hyper, Sports, Normal અને Eco આપવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે કેન્દ્ર સરકાર તરફથી કંપનીને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલું લગભગ 367 કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળ્યું છે. ઓટોમોબાઈલ એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ આ ઇન્સેન્ટિવ આપવામાં આવ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકે જણાવ્યું છે કે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ તરફથી PLI સ્કીમ હેઠળ 366.78 કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ જારી કરવા માટે સેંક્શન ઓર્ડર મળ્યો છે. ગયા મહિને ઓલા ઇલેક્ટ્રિકનું પ્રદર્શન નબળું રહ્યું છે. નવેમ્બરમાં ઓલા ઇલેક્ટ્રિકનું વેચાણ લગભગ 50 ટકા ઘટીને 8,254 યુનિટ્સ રહ્યું છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના માર્કેટમાં કંપની ઘટીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. તેનો માર્કેટ શેર ઘટીને 7.19 ટકા થયો છે. કંપનીને સર્વિસ અંગે ગ્રાહકોની વધતી ફરિયાદોને કારણે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નવેમ્બરમાં TVS Motor એ Bajaj Auto ને પાછળ છોડીને આ માર્કેટમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

- Advertisement -
Share This Article