Tokyo E-Prix માં Mahindra Racing નો દબદબો, Nyck de Vries એ સિઝનની બીજી જીત નોંધાવી

Arati Parmar
3 Min Read

આનંદ મહિન્દ્રાની કંપની Mahindra Racing એ 2025/26 FIA Formula E World Championship માં વધુ એક ઐતિહાસિક જીત નોંધાવી છે. Tokyo E-Prix ના 15મા રાઉન્ડમાં Mahindra ના રેસર Nyck de Vries એ પ્રથમ સ્થાન મેળવી પોતાના કારકિર્દીની છઠ્ઠી અને આ સિઝનની બીજી જીત નોંધાવી છે. Mahindra Racing માટે આ ખૂબ જ ખાસ ક્ષણ છે, કારણ કે 2017/18 સિઝન બાદ પ્રથમ વખત ભારતીય ટીમે એક જ સિઝનમાં એકથી વધુ Formula E રેસ જીતી છે. આવો જાણીએ Tokyo રેસના આ રોમાંચક મુકાબલા વિશે.

Tokyo E-Prix નો રોમાંચ

- Advertisement -

Tokyoમાં 14મો અને 15મો રાઉન્ડ યોજાયો હતો, જ્યાં Mahindra Racing એ સમગ્ર વીકએન્ડ દરમિયાન કુલ 38 પોઇન્ટ મેળવ્યા હતા.

શનિવાર (રાઉન્ડ 14) – Mahindraના ડ્રાઇવર Edoardo Mortaraએ બીજા સ્થાનેથી શરૂઆત કરી હતી અને પાંચમા સ્થાને રહ્યા હતા. જ્યારે Nyck de Vriesની કારનું ટાયર પ્રથમ જ લેપમાં પંચર થઈ ગયું હતું, જેના કારણે તેઓ 17મા સ્થાને સરકી ગયા હતા.

- Advertisement -

રવિવાર (રાઉન્ડ 15) – રવિવારનો દિવસ Mahindra માટે ઐતિહાસિક રહ્યો હતો. Mortaraએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને Pole Position મેળવી હતી. આ આ સિઝનનું તેમનું ચોથું Pole Position હતું, જેના દ્વારા તેમણે Formula Eની એક સિઝનમાં સૌથી વધુ વખત Pole Position મેળવવાના રેકોર્ડની બરાબરી કરી હતી.

શરૂઆતમાં 7મા સ્થાને

- Advertisement -

રવિવારની રેસ વરસાદ અને ભીના ટ્રેકને કારણે Safety Carની પાછળથી શરૂ થઈ હતી.

Mahindra ટીમે પોતાની કારોમાં સુકાઈ રહેલા ટ્રેકને ધ્યાનમાં રાખીને ટાયર પ્રેશર પસંદ કર્યું હતું. શરૂઆતમાં De Vries સરકીને સાતમા સ્થાને પહોંચી ગયા હતા.

પરંતુ જેમ જેમ હવામાન સ્વચ્છ બનતું ગયું અને ટ્રેક સુકાતો ગયો તેમ Mahindraનો આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. De Vriesએ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું.

26મા લેપમાં બધાને પાછળ છોડ્યા

26મા લેપમાં પોતાના Attack Mode Powerનો ઉપયોગ કરતાં De Vriesએ આગળ દોડી રહેલી તમામ કારોને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવી લીધું.

રેસના અંતમાં Mortara સાથે થયેલી એક ઘટનાના કારણે Red Flag બતાવવો પડ્યો હતો. ત્યારબાદ એક લેપની અંતિમ Sprint Raceમાં De Vriesએ Nick Cassidy અને Jake Dennisને પાછળ રાખીને જીતનો ધ્વજ ફરકાવ્યો હતો.

ચેમ્પિયનશિપમાં Mahindra ની સ્થિતિ

ડ્રાઇવર્સ રેન્કિંગ – આ જીતથી મળેલા 25 પોઇન્ટ સાથે Nyck de Vries હવે ડ્રાઇવર્સ ચેમ્પિયનશિપમાં નવમા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે રવિવારે રેસમાંથી બહાર થઈ જવા છતાં Mortara પાંચમા સ્થાને યથાવત રહ્યા છે.

ટીમ રેન્કિંગ – Mahindra Racing પાસે હવે ટીમ્સ ચેમ્પિયનશિપમાં કુલ 210 પોઇન્ટ છે અને તે ત્રીજા સ્થાને રહેલી Andretti ટીમથી માત્ર 1 પોઇન્ટ પાછળ છે.

લંડનમાં અંતિમ મુકાબલો – 2025/26 સિઝનની છેલ્લી બે રેસ (રાઉન્ડ 16 અને 17) 15-16 ઑગસ્ટે લંડનમાં યોજાશે. Mahindra પાસે ટોપ-3માં સિઝન પૂર્ણ કરવાની સંપૂર્ણ તક છે.

Share This Article