Sedan Car Sales June 2026: સેડાન કાર માર્કેટમાં તેજી, જૂન 2026માં ડિઝાયરથી લઈને કેમરી સુધીની વેચાણ યાદી આવી સામે
Sedan Car Sales June 2026: સેડાન સેગમેન્ટની કારોને તેમના શાનદાર લુક, ઉત્તમ ડિઝાઇન અને સારા ફીચર્સ માટે પસંદ કરવામાં આવે છે. આ કારો અંદરથી વિશાળ હોય છે અને તેમાં સામાન રાખવા માટે મોટી ડિક્કી પણ મળે છે. લાંબા પ્રવાસ માટે પણ આ કારો આરામદાયક માનવામાં આવે છે. જૂન 2026માં વાર્ષિક ધોરણે સેડાન કારોના વેચાણમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો છે. તે દર્શાવે છે કે સેડાન કારોની માર્કેટમાં સારી માંગ છે.
વેચાણની વાત કરીએ તો જૂન 2026માં કુલ 31,183 સેડાન કારોનું વેચાણ નોંધાયું હતું. તેની સરખામણી જો ગયા વર્ષના જૂન મહિનામાં વેચાયેલી 28,335 કારો સાથે કરવામાં આવે તો વેચાણમાં 10 ટકાનો વધારો જોવા મળે છે. હવે જાણીએ કે કઈ કારને કેટલા ગ્રાહકો મળ્યા.
જૂન 2026માં સેડાન કારોનું વેચાણ – Sedan Car Sales June 2026
1. મારુતિ સુઝુકી ડિઝાયર – સેલ્સ ચાર્ટમાં પ્રથમ સ્થાને રહી મારુતિ સુઝુકી ડિઝાયર. અહેવાલ મુજબ આ કારને જૂન મહિનામાં કુલ 17,899 લોકોએ ખરીદી હતી. ગયા વર્ષના જૂનમાં તેને 15,484 ગ્રાહકો મળ્યા હતા.
2. હ્યુન્ડાઈ ઓરા – 5,977 યુનિટના વેચાણ સાથે સેલ્સ ચાર્ટમાં બીજા સ્થાને રહી ઓરા. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 10 ટકાનો વધારો થયો છે અને કુલ વેચાણમાં તેનો ફાળો 19 ટકાનો રહ્યો.
3. હોન્ડા અમેઝ – હોન્ડા અમેઝને જૂન 2026માં 2,937 લોકોએ ખરીદી હતી. જૂન 2025માં તેને 2,274 ગ્રાહકો મળ્યા હતા. માર્કેટમાં આ કારનો ફાળો 9 ટકાનો રહ્યો.
4. ફોક્સવેગન વર્ટસ – ફોક્સવેગન વર્ટસને જૂન 2026માં 1,195 લોકોએ ખરીદી હતી. ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ તેના વેચાણમાં 32 ટકાનો ઘટાડો નોંધાયો અને કુલ વેચાણમાં તેનો ફાળો 3 ટકાનો રહ્યો.
5. સ્કોડા સ્લાવિયા – સ્કોડા સ્લાવિયાને જૂન 2026માં કુલ 1,083 ગ્રાહકો મળ્યા, જે ગયા વર્ષના જૂનમાં મળેલા 896 ગ્રાહકોની સરખામણીએ 20 ટકા વધુ છે. માર્કેટમાં તેની ભાગીદારી 3 ટકાની રહી.
6. હોન્ડા સિટી – 745 યુનિટના વેચાણ સાથે જૂન 2026માં હોન્ડાની આ લોકપ્રિય કાર સેલ્સ ચાર્ટમાં છઠ્ઠા સ્થાને રહી. માર્કેટમાં તેની ભાગીદારી 2 ટકાની રહી.
7. ટાટા ટિગોર – ટાટા ટિગોરને જૂન 2026માં 602 લોકોએ ખરીદી હતી. ગયા વર્ષના જૂન મહિનામાં તેને 788 ગ્રાહકો મળ્યા હતા. કુલ વેચાણમાં આ કારનો ફાળો 1.9 ટકાનો રહ્યો.
8. હ્યુન્ડાઈ વર્ના – હ્યુન્ડાઈની આ કારને જૂન મહિનામાં 554 ગ્રાહકો મળ્યા હતા. ગયા વર્ષના જૂન મહિનામાં તેની 813 યુનિટ વેચાઈ હતી.
9. ટોયોટા કેમરી – જૂન 2026માં 191 યુનિટના વેચાણ સાથે સેલ્સ ચાર્ટમાં નવમા સ્થાને રહી ટોયોટા કેમરી. ગયા વર્ષના જૂનમાં તેને 180 ગ્રાહકો મળ્યા હતા.

