Electric Two Wheeler Sales: ઓગસ્ટમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું રેકોર્ડ વેચાણ, TVS પ્રથમ તો Bajajએ નોંધાવી 235% વૃદ્ધિ

Arati Parmar
3 Min Read

Electric Two Wheeler Sales: ભારતીય ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બજાર માટે ઓગસ્ટ 2026 ઘણો શાનદાર રહ્યો, જ્યાં કુલ રિટેલ વેચાણ 67.05 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે 1,83,204 યુનિટ સુધી પહોંચી ગયું. ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન્સ (FADA)ના આંકડા અનુસાર, આ સેગમેન્ટમાં TVS Motorએ 48,938 યુનિટ વેચીને પ્રથમ સ્થાન મજબૂતીથી જાળવી રાખ્યું, જ્યારે Bajaj Auto 41,114 યુનિટ સાથે બીજા સ્થાને રહી અને શાનદાર વૃદ્ધિ હાંસલ કરી. આ ઉપરાંત Ather Energyએ 28,757 યુનિટ અને Hero MotoCorpએ 19,007 યુનિટનું વેચાણ નોંધાવ્યું. Ola Electric 13,852 યુનિટ સાથે 5મા સ્થાને રહી. આ કંપનીઓ ઉપરાંત Greaves Electric Mobility (8,613 યુનિટ), River Mobility (5,141 યુનિટ) અને BGauss Auto (4,845 યુનિટ)એ પણ આ રેકોર્ડતોડ વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપ્યું.

TVS Motorના iQube અને Orbiter સ્કૂટરની બમ્પર માંગ

હવે તમને ટૉપ સેલિંગ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપનીઓનો ઓગસ્ટ 2026નો સેલ્સ રિપોર્ટ વિગતવાર જણાવીએ તો ગયા મહિને TVS Motor Company એ 48,938 યુનિટના રિટેલ વેચાણ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, જુલાઈની સરખામણીમાં તેના વેચાણમાં 11.82%નો ઘટાડો આવ્યો છે, પરંતુ ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં તેણે 90.82%ની બમ્પર વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.

- Advertisement -

Bajaj Chetakની માંગમાં 235 ટકાનો વધારો

તમને જાણીને આશ્ચર્ય થશે કે બીજા સ્થાન પર રહેલી Bajaj Auto Limited એ શાનદાર પ્રદર્શન કરતાં ગયા ઓગસ્ટ 2026માં 41,114 સ્કૂટર વેચી નાખ્યા અને આ આંકડો વાર્ષિક ધોરણે 235.73%ના સૌથી મોટા ઉછાળા સાથે છે. Bajajના Chetak સ્કૂટરે ગ્રાહકોને પોતાના તરફ આકર્ષી લીધા છે અને તે TVSને કડક ટક્કર આપી રહ્યું છે.

Ather Energyના સ્કૂટરના વેચાણમાં 50 ટકા વધારો

Ather Energy એ ગયા ઓગસ્ટ 2026માં 28,757 યુનિટના વેચાણ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. Atherના ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં વાર્ષિક ધોરણે 49.70 ટકાની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. Ather Energyએ તાજેતરમાં Konark નામનું નવું ફેમિલી સ્કૂટર લોન્ચ કર્યું છે.

- Advertisement -

Hero Vida ના સ્કૂટરની પણ સારી માંગ

ગયા ઓગસ્ટમાં ટૉપ સેલિંગ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપનીઓની લિસ્ટમાં ચોથા સ્થાને Hero MotoCorp રહી, જેણે 19,007 યુનિટનું રિટેલ વેચાણ નોંધાવ્યું અને ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં 38.04 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.

Ola Electricની સ્થિતિ ખરાબ

ક્યારેક નંબર 1 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કંપનીઓમાં ગણાતી Ola Electric ના દિવસો ખૂબ ખરાબ ચાલી રહ્યા છે અને ગયા ઓગસ્ટનો મહિનો પણ કંપની માટે પડકારજનક રહ્યો હતો અને તેણે 13,852 યુનિટનું વેચાણ કર્યું. ગયા મહિને Ola Electric 5મા સ્થાને સરકી ગઈ. Olaના ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 28.83 ટકાનો ઘટાડો નોંધાયો.

- Advertisement -

આ કંપનીઓએ પણ ઇલેક્ટ્રિક સ્કૂટરનું જોરદાર વેચાણ કર્યું

ગયા ઓગસ્ટમાં Greaves Electric Mobility એ 8,613 યુનિટના વેચાણ સાથે 88.59 ટકાની વાર્ષિક વૃદ્ધિ હાંસલ કરી. જ્યારે River Mobility એ 5,141 સ્કૂટર વેચ્યા, જે 170 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે છે. ત્યારબાદ BGauss Auto એ ગયા મહિને 4,845 સ્કૂટર વેચ્યા, જે 180 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે છે.

Share This Article