Vehicle Mileage Tips: તમારી આ 4 આદતો ઘટાડી શકે છે કાર અને મોટરસાયકલની માઈલેજ, આજે જ સુધારી લો

Arati Parmar
3 Min Read

Vehicle Mileage Tips: કાર કે મોટરસાયકલ ખરીદતી વખતે લોકો અવારનવાર પૂછતા હોય છે કે તે કેટલી માઈલેજ આપે છે. આનો સીધો સંબંધ વાહન ચલાવવાના ખર્ચ પર પડે છે. જો માઈલેજ વધારે હશે તો ઓછા રૂપિયામાં લાંબી મુસાફરી થઈ શકશે અને જો માઈલેજ ઓછી હશે તો પેટ્રોલ વધુ ખર્ચાશે. પરંતુ, કાર કે બાઈક કેટલી માઈલેજ આપશે, તે ફક્ત ગાડી પર નહીં પણ તમારા ચલાવવાની રીત પર પણ આધાર રાખે છે. ઘણીવાર લોકોની કેટલીક આદતો ખિસ્સા પર ભારે પડે છે. લોકો અજાણતા એવી ભૂલો કરે છે જેનાથી વાહનની માઈલેજ ઘટે છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

1. અચાનક ઝડપથી રેસ આપવી

ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ અથવા ખાલી રસ્તો જોઈને એકદમ રેસ આપવી એ માઈલેજની સૌથી મોટી દુશ્મન છે. ભલે તમે બાઈક ચલાવતા હોવ કે કાર, આ આદત બંનેની માઈલેજ પર ખરાબ અસર કરે છે. અચાનક સ્પીડ પકડવા માટે એન્જિનને ઘણું વધારે ફ્યુઅલ બાળવું પડે છે, જેનાથી માઈલેજ ઘટે છે. હંમેશા ગાડીની સ્પીડ ધીમે-ધીમે વધારો. સ્મૂધ ડ્રાઈવિંગથી ન માત્ર તેલ બચે છે, પરંતુ એન્જિનનું આયુષ્ય પણ વધે છે.

- Advertisement -

2. ખોટા ગિયરનો ઉપયોગ

ઘણા લોકો આળસમાં અથવા ધ્યાન ન રહેવાને કારણે ખોટા ગિયરમાં ગાડી ચલાવતા રહે છે. ઓછી સ્પીડ પર ઊંચા ગિયરમાં ગાડી ચલાવવાથી એન્જિન પર દબાણ આવે છે. વળી, વધુ સ્પીડ પર નીચા ગિયરમાં ચલાવવાથી એન્જિન ઘણું વધારે તેલ વાપરે છે. આનાથી ગાડીની માઈલેજ પ્રભાવિત થાય છે. હંમેશા સ્પીડ મુજબ ગાડીનો ગિયર બદલતા રહો.

3. બિનજરૂરી એન્જિન ચાલુ રાખવું

રેડ લાઈટ પર અથવા કોઈની રાહ જોતી વખતે એન્જિન ચાલુ રાખવું એ તેલનો બગાડ છે. ઉભી ગાડીમાં એન્જિન ચાલવાનો અર્થ છે કે તમે ૦ ની માઈલેજ કાઢી રહ્યા છો. જો તમારે ૧ મિનિટથી વધુ સમય રોકાવું હોય, તો એન્જિન બંધ કરી દો. આનાથી ઘણું તેલ બચશે જેનાથી માઈલેજ સુધરશે.

- Advertisement -

4. ટાયરોમાં હવા ઓછી હોવી

જ્યાં સુધી ટાયર બિલકુલ બેસી ન જાય ત્યાં સુધી આપણે બાઈક કે કારમાં હવા ચેક કરાવતા નથી. ટાયરોમાં હવાનું લોકો બિલકુલ ધ્યાન રાખતા નથી. ઓછી હવાવાળા ટાયર રોડના વધુ સંપર્કમાં આવે છે, જેનાથી એન્જિનને ગાડી ખેંચવા માટે વધુ જોર લગાવવું પડે છે. ઘણીવાર લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને તરત જ નીકળી જાય છે, પરંતુ પેટ્રોલ પંપ પર જ હવા ચેક કરાવવાની અને રિફિલ કરાવવાની સુવિધા પણ મળે છે, તે પણ મફત. તેથી દર ૧૫ દિવસે જ્યારે પણ ગાડીમાં પેટ્રોલ પુરાવો ત્યારે ટાયરોમાં હવા પણ ચેક કરાવી લો.

Share This Article