Xiaomi Skynomad N70: સ્માર્ટફોન અને ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Xiaomiએ પોતાની નવી રેન્જ-એક્સટેન્ડેડ હાઇબ્રિડ (EREV) SUV Skynomad N70 ને ચીનમાં સત્તાવાર રીતે લોન્ચ કરી છે. તેની શરૂઆતની કિંમત 209,900 યુઆન રાખવામાં આવી છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 29.65 લાખ રૂપિયા થાય છે. આ SUVના ટૉપ-ટ્રિમે પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનોમાં WLTP સાઇકલ હેઠળ 414 કિલોમીટરની સૌથી લાંબી ઇલેક્ટ્રિક (EV) રેન્જનો રેકોર્ડ બનાવ્યો છે. આ કાર N70 Pro (RWD) અને N70 Max (AWD) બે વેરિઅન્ટમાં આવે છે. તેનું ટૉપ વેરિઅન્ટ માત્ર ઇલેક્ટ્રિક મોડ પર 505 કિલોમીટર અને પેટ્રોલ તથા બેટરી મળીને કુલ 1,461 કિલોમીટરની રેન્જ આપે છે. ચાલો તમને Xiaomi Skynomad N70 ના ઇન્ટિરિયર, એક્સટિરિયર, લુક્સ અને સેફ્ટી ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.
સાઇઝ અને એક્સટિરિયર ડિઝાઇન
- સાઇઝમાં મર્સિડીઝથી મોટી – તેની લંબાઈ 4,960 mm, પહોળાઈ 1,998 mm, ઊંચાઈ 1,765 mm અને વ્હીલબેઝ 2,950 mm છે. લંબાઈમાં આ મર્સિડીઝ-બેન્ઝ GLE કરતાં પણ 23 mm લાંબી છે.
- ડિઝાઇન એલિમેન્ટ્સ – તેમાં બ્લૉક-સ્ટાઇલ હેડલાઇટ્સ, સેમી-હિડન ડોર હેન્ડલ્સ, રિંગ-શેપ્ડ ટેલલાઇટ અને 19 અથવા 21-ઇંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
- કલર ઑપ્શન્સ – આ કાર બ્લૂ, બેજ, ગ્રે, ગ્રીન, બ્લેક અને વ્હાઇટ એમ 6 રંગોમાં ઉપલબ્ધ છે.
21.4-ઇંચ સ્ક્રીન અને લક્ઝરી ઇન્ટિરિયર
કારની કેબિનને અત્યંત હાઇ-ટેક અને આરામદાયક બનાવવામાં આવી છે.
- 180 ડિગ્રી ફરતી સીટ્સ – ફ્રન્ટ સીટ્સને 180 ડિગ્રી સુધી ફેરવીને પાછળ બેઠેલા મુસાફરોની સામે કરી શકાય છે. તેમાં 16-પૉઇન્ટ મસાજ અને ઝીરો-ગ્રેવિટી મોડ મળે છે.
- સેકન્ડ-રો કમ્ફર્ટ – પાછળની સીટ્સને 135 ડિગ્રી સુધી રિક્લાઇન કરી શકાય છે. સીટ્સમાં હીટિંગ અને વેન્ટિલેશન ફંક્શન સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવ્યું છે. ઘૂંટણ માટે 1,410 mmની મોટી જગ્યા આપવામાં આવી છે.
- સ્ક્રીન સેટઅપ – ડૅશબોર્ડ પર 16.1-ઇંચ ટચસ્ક્રીન, 8.8-ઇંચ LCD ક્લસ્ટર અને 20-ઇંચનું HUD આપવામાં આવ્યું છે. પાછળ બેઠેલા મુસાફરો માટે છત પર 21.4-ઇંચનું મૉનિટર આપવામાં આવ્યું છે.
- કૂલિંગ અને મ્યુઝિક – કારમાં 9-લિટરનું મિની ફ્રિજ, 256-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, રિયર કંટ્રોલ સ્ક્રીન અને 4,890 વૉટ આઉટપુટ ધરાવતી 25-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ મળે છે.
- બૂટ સ્પેસ – કારમાં 1,203 લિટરની મોટી બૂટ સ્પેસ મળે છે, જેને રિયર સીટ્સ ફોલ્ડ કરીને 2,425 લિટર સુધી વધારી શકાય છે.
EREV ટેક્નોલોજી અને પરફોર્મન્સ
- Skynomad N70 એક EREV (Extended-Range Electric Vehicle) છે. તેમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન (150 hp) આપવામાં આવ્યું છે, જે સીધું વ્હીલ્સને ચલાવવાને બદલે માત્ર બેટરીને ચાર્જ કરે છે.
- આ એન્જિનની ખાસ વાત એ છે કે તેની સર્વિસિંગ દર 3 વર્ષ અથવા 30,000 કિલોમીટરે માત્ર એક વખત કરાવવી પડે છે.
- N70 Maxમાં એર સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ કાર માત્ર 5.5 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને તેની ટૉપ સ્પીડ 190 કિલોમીટર પ્રતિ કલાક છે.
સેફ્ટી અને ઑટોનોમસ ડ્રાઇવિંગ
- મજબૂત બૉડી – કારની બૉડીમાં 91.3% હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલ અને એલ્યુમિનિયમ એલોયનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- એરબેગ્સ – સુરક્ષા માટે તેમાં 9 એરબેગ્સ આપવામાં આવ્યા છે.
- સ્માર્ટ ઑટોનોમસ ડ્રાઇવિંગ – તેમાં LiDAR સેન્સર અને Nvidia Thor-U ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે Xiaomiના HAD લાર્જ મોડલ અને નેવિગેટ ઑન ઑટોપાઇલટ (NOA) ફીચર્સને સપોર્ટ કરે છે.

