દીનદયાલ પોર્ટની 24 કલાકના કાર્ગો હેન્ડલિંગમાં વધુ એક સિદ્ધિ

Reena Brahmbhatt
2 Min Read

ગાંધીધામ, તા. 3 : સતત 16 વર્ષ સુધી કાર્ગો હેન્ડલિંગમાં દેશના મહાબંદરોમાં પ્રથમ ક્રમાંકે રહ્યા બાદ ગત વર્ષે બીજા ક્રમાંકે રહ્યું હતું, પરંતુ ચાલુ નાણાકીય વર્ષના આંરભથી જ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે.

deen dayal port

- Advertisement -

એક દિવસમાં જ અગાઉના વર્ષોની સરખામણીમાં સાર્વધિક નમકના કાર્ગોને હેન્ડલ કરાયો હતો. દીનદયાલ પોર્ટ દ્વારા જૂન-2024માં 16,63,618 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી મહિનામાં એક દિવસમાં 12,84,545 મેટ્રિક ટન મીઠાંનું એક દિવસમાં હેન્ડલિંગ કરાયું હતું, તેની સરખામણીએ જૂન મહિનામાં 3,79,073 મેટ્રિક ટન વધુ મીઠાંનો જથ્થો હેન્ડલ કરાયો હતો. પોર્ટના ચેરમેન સુશિલકુમાર સિંઘ ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગીય વડાઓ, કર્મચારીઓના સહયોગથી આ મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. નવનિયુક્ત ચેરમેન શ્રી સિંઘે પોર્ટને આગળ વધારવા માટે ત્રણ એસ-સ્કીલ, સ્કેલ, સ્પીડનો મંત્ર આપ્યો છે, તે રીતે પોર્ટને આગળ ધપાવાઈ રહ્યું હોવાનું જનસંપર્ક અને વ્યાપાર સંવર્ધન અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષના આંરભે જ પ્રથમ 45 દિવસમાં 18.5 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરીને મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી હતી, તાજેતરમાં એક જ દિવસમાં 6,77,204 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરાયો હતો, જે દેશભરના મહાબંદરોના આંકડા કરતા સાર્વધિક હતો. આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષનું પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થયા પૂર્વે જ પોર્ટે 30 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને સફળતા મેળવી હતી.

- Advertisement -
Share This Article