નવી દિલ્હી, તા. 17 : સંયુક્ત રાષ્ટ્રએ સત્તાવાર રીતે ભારતમાં વિદેશી રોકણ વધવાની વાત કરી છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે પશ્ચિમી દેશોની કંપનીઓ માટે ભારત પહેલી પસંદ બની ગયું છે. જેના કારણે ભારતની આર્થિક પ્રગતિ ખુબ સારી બની છે. આ દરમિયાન 2024ના જીડીપી સંબંધિત આંકડા જારી કરવામાં આવ્યા છે. સંભાવના વ્યક્ત થઈ છે કે ભારતની અર્થવ્યવસ્થા ચાલુ વર્ષે સાત ટકાની રફતારથી આગળ વધી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક મામલાના વિભાગના પ્રમુખ હામિદ રાશિદે કહ્યું હતું કે ભારતને અન્ય પશ્ચિમી ત્રોતથી ભારત આવતા રોકાણથી લાભ થઈ રહ્યો છે. કારણ કે કંપનીઓને ચીન ઉપર ઓછો ભરોસો બતાવી રહી છે. ભારત ઘણી પશ્ચિમી કંપનીઓ માટે એક વૈકલ્પિક રોકાણ ત્રોત બની ગયું છે. આ સ્થિતિમાં ભારતને ફાયદો થઈ રહ્યો છે. રાશિદ 2024ના મધ્ય વર્ષના અનુમાનોની જાણકારી આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને આગળની સંભાવનાઓ ઉપર વાત કરી હતી. ચાલુ વર્ષની ભારતની વૃદ્ધિ સંબંધિત આંકડાને બદલવામાં આવ્યા છે અને અનુમાન છે કે ચાલુ વર્ષે દેશની અર્થવ્યવસ્થા લગભગ 7 ટકાના દરેથી આગળ વધશે. તેમણે કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર 2024મા 6.9 ટકા અને 2025મા 6.6 ટકાના દરેથી વધે તેવું અનુમાન છે. જે મુખ્ય રીતે મજબુત સાર્વજનિક રોકાણ અને માગથી પ્રેરિત છે.

જો કે કમજોર બહારી માગની વ્યાપારિક નિસકા વૃદ્ધિ ઉપર અસર જારી રહેશે. ઔષધિ અને રસાયણોની નિકાસમાં જોરદાર વૃદ્ધિની સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે મજબૂત ઘરેલુ માગ અને ઉત્પાદન અને સર્વિસ સેક્ટરમા મજબુત વિકાસથી ભારતને ફાયદો મળ્યો છે. બીજી તરફ 2025ના પોતાના પૂર્વાનુમાનમાં યુનો દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલા સંયુક્ત રાષ્ટ્રએ ભારતનો વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જો કે નવા આંકડાથી સામે આવ્યું છે કે અનુમાનથી વધારે 6.9 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. યુનોએ કહ્યું છે કે આ દરમિયાન ચીનના જીડીપીમાં મામુલી વૃદ્ધિ થઈ છે. ચીનનો વૃદ્ધિ દર 4.8 ટકા રહેવાની સંભાવના છે. જેનું અનુમાન જાન્યુઆરીમાં 4.7 ટકા રાખવામાં આવ્યું છે.
