પોષણથી ભરપુર છે બ્લુબેરી ફળ 1000 રુપિયા કિલો વેચાય છે આ ફળ, જાણો કેવી રીતે થાય છે ખેતી અને તેના ગુણ

newzcafe
2 Min Read

પોષણથી ભરપુર છે બ્લુબેરી ફળ


પોષણથી ભરપુર છે બ્લુબેરી ફળ


1000 રુપિયા કિલો વેચાય છે આ ફળ, જાણો કેવી રીતે થાય છે ખેતી અને તેના ગુણ


ખેડુતો બ્લુબેરીને 1000 રુપિયા કિલોના ભાવે વેચી જોરદાર કમાણી કરે છે.


ભારતમાં બ્લુબેરીની ખેતીમા કેટલીયે વેરાઈટી જોવા મળે છે.


દેશમાં ફરીથી લોકો ખેતી તરફ વળ્યા છે. અને આવામાં જો તમે પણ ખેતી કરીને સારી કમાણી કરવા માંગતા હોય તો તમારા માટે આ જોરદાર આઈડિયા છે. તમે બ્લુબેરીની ખેતી શરુ કરી શકો છો. અત્યારે  દેશમાં કેટલાક રાજ્યોમાં ખેડુતો હવે અમેરિકન ઢબે બ્લુબેરીની ખેતી કરી રહ્યા છે. બ્લુબેરીની ખેતી કરી ખેડુતો 1000 રુપિયા કિલોના હિસાબે તેને વેચતા હોય છે અને તેમાથી કરોડો રુપિયાની આવક ઉભી કરે છે. 


ખેડુતો તેની ખેતી કરી કરોડો રુપિયાની કમાણી કરી રહ્યા છે


અમેરિકન બ્લુબેરીના ફળને સુપરફુડ માનવામાં આવે છે. દુનિયાભરમાં આ ફળ બહુજ લોકપ્રિય છે. અને ભારતમાં હવે અમેરિકાથી તેની આયાત કરવામાં આવી છે. ભારતમાં અમેરિકન બ્લુબેરીની અનોખી રીતે ખેતી કરવામાં આવે છે. ખેડુતો તેની ખેતી કરી કરોડો રુપિયાનો વેપાર કરે છે. 


બ્લુબેરી એક સુપરફુડ છે અને તેનો એકવાર પ્લાન્ટ લગાવ્યા પછી તેના છોડ 10 વર્ષ સુધી ફળ આપે છે. પોષણથી ભરપુર બ્લુબેરીની ખેતીથી ખેડુતો લાખો રુપિયાની કમાણી કરી રહ્યા છે. ભારતમાં બ્લુબેરીમા કેટલાય પ્રકારની વેરાયટી જોવા મળે છે. 


આ રીતે થાય છે Blueberryની ખેતી


બ્લુબેરીના છોડ એપ્રિલ-મે માં રોપવામાં આવતા હોય છે અને તેના ઉપર 10 મહિના પછી એટલે ફ્રેબ્રુઆરી-માર્ચમાં તેના પર ફુલ બેસવાનું શરુ થઈ જાય છે. અને જૂન સુધીમાં તમે બ્લુબેરી પરથી ફળ લઈ શકો છો. અને તે પછી વરસાદના સમયમાં બ્લુબેરીના છોડને થોડી થોડી છાંટવામાં આવે છે. બ્લુબેરીનો છોડ લગાવતા પહેલા ખેતરને સારી રીતે તૈયાર કરવામાં આવે છે.  

Share This Article