Budget 2026 Core Team: જાણો નિર્મલા સીતારમણની એ ‘સુપર-૮’ ટીમ વિશે જેમણે તૈયાર કર્યું દેશનું બજેટ; ટેક્સમાં રાહતથી લઈને મોંઘવારી પર કાબૂ સુધી, કોણ છે આ શક્તિશાળી અધિકારીઓ?

Arati Parmar
4 Min Read

Budget 2026 Core Team: બજેટ ૨૦૨૬ ને લઈને દેશભરમાં ચર્ચા તેજ છે. મોંઘવારી, ટેક્સ, નોકરી, બચત અને મિડલ ક્લાસના ખિસ્સા સાથે જોડાયેલા મોટા નિર્ણયો હવે અંતિમ તબક્કામાં છે. ૧ ફેબ્રુઆરીએ રવિવારના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી દીધું છે. આ તેમનું સતત નવમું બજેટ છે અને તેઓ આવું કરનાર દેશના પ્રથમ નાણામંત્રી છે. પરંતુ આ બજેટ પાછળ માત્ર એક ચહેરો નથી, પરંતુ એક આખી મજબૂત ટીમ છે, જે દિવસ-રાત મહેનત કરીને સામાન્ય લોકો, મિડલ ક્લાસ અને ટેક્સપેયર્સ માટે મોટો પ્લાન તૈયાર કર્યો છે. ચાલો જાણીએ કે બજેટ ૨૦૨૬ ની આ ખાસ ટીમમાં કોણ-કોણ સામેલ છે.

આ વખતે બજેટ ૨૦૨૬ ની ટીમમાં કોણ-કોણ?

યુનિયન બજેટ ૨૦૨૬ ની તૈયારી નોર્થ બ્લોકમાં થઈ રહી છે, જ્યાં અનુભવી અફસરો અને નવા ચહેરાઓ મળીને દેશની આર્થિક દિશા નક્કી કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે બજેટ ટીમમાં કેટલાક મહત્વના હોદ્દા પર નવા અધિકારીઓ છે, જેનાથી આગામી બજેટમાં નવી વિચારધારા અને નવો અભિગમ જોવા મળી શકે છે.

- Advertisement -

નિર્મલા સીતારમણ અને પંકજ ચૌધરીની મહત્વની ભૂમિકા

નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી બજેટની દરેક ચર્ચામાં સામેલ છે. મિડલ ક્લાસને રાહત, ટેક્સ સિસ્ટમને સરળ બનાવવી અને સરકારી ખર્ચને નિયંત્રણમાં રાખવો આ વખતે તેમની સૌથી મોટી પ્રાથમિકતા માનવામાં આવી રહી છે.

અનુરાધા ઠાકુર (Anuradha Thakur)

અનુરાધા ઠાકુર વર્ષ ૧૯૯૪ બેચના અધિકારી છે અને બજેટ ૨૦૨૬ ના સૌથી મહત્વના ટીમ મેમ્બર છે. તેઓ પ્રથમ મહિલા આર્થિક બાબતોના સચિવ (Economic Affairs Secretary) છે અને બજેટની આખી રૂપરેખા તેમની દેખરેખ હેઠળ બની રહી છે. તેમનું ફોકસ દેશની ગ્રોથ જાળવી રાખવા, દેવાને નિયંત્રણમાં રાખવા અને બજારને મજબૂત કરવા પર છે. સામાન્ય લોકો માટે આનો અર્થ એ છે કે સરકાર ખર્ચ અને ટેક્સ બંનેમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરશે.

- Advertisement -

અનંત નાગેશ્વરન (V Anantha Nageswaran)

છેલ્લા ચાર બજેટ સાથે જોડાયેલા ચીફ ઇકોનોમિક એડવાઇઝર અનંત નાગેશ્વરન બજેટની આર્થિક વિચારધારા તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. બજેટ પહેલા જે આર્થિક સર્વેક્ષણ (Economic Survey) આવે છે તે પણ તેમની જ દેખરેખ હેઠળ તૈયાર થાય છે.

અરવિંદ શ્રીવાસ્તવ (Arvind Shrivastava)

અરવિંદ શ્રીવાસ્તવ વર્ષ ૧૯૯૪ બેચના અધિકારી છે અને મહેસૂલ સચિવ (Revenue Secretary) તરીકે કાર્યરત છે. જો તમે ઇન્કમ ટેક્સ, જીએસટી કે કસ્ટમ ડ્યુટી સાથે જોડાયેલા ફેરફારની રાહ જોઈ રહ્યા છો, તો તેમનું નામ જાણવું જરૂરી છે. તેઓ ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા અને ટેક્સ બેઝ વધારવા પર કામ કરી રહ્યા છે.

- Advertisement -

વી વુઅલનામ (V Vualnam)

વી વુઅલનામ વર્ષ ૧૯૯૨ બેચના અધિકારી છે. સરકાર પૈસા ક્યાં ખર્ચ કરે અને ક્યાં બચાવે, તે જવાબદારી તેમની પાસે છે. તેઓ ખર્ચ સચિવ (Expenditure Secretary) છે. બજેટ ૨૦૨૬ માં રાજ્યોને મળતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને સરકારી યોજનાઓની દેખરેખમાં તેમનો મોટો રોલ હશે.

અરુણિષ ચાવલા (Arunish Chawla)

અરુણિષ ચાવલા વર્ષ ૧૯૯૨ બેચના અધિકારી છે અને સરકારી કંપનીઓ સાથે જોડાયેલા વિભાગને જોઈ રહ્યા છે. DIPAM સેક્રેટરી તરીકે તેઓ સરકારી કંપનીઓના વેચાણ અને લિસ્ટિંગ દ્વારા સરકારની કમાણી વધારવા પર કામ કરી રહ્યા છે.

એમ નાગારાજુ (M Nagaraju)

એમ નાગારાજુ વર્ષ ૧૯૯૩ બેચના અધિકારી છે અને બેંકિંગ સિસ્ટમ, લોન અને MSME સાથે જોડાયેલા નિર્ણયો તેમની દેખરેખ હેઠળ છે. તેઓ ફાઈનાન્શિયલ સર્વિસ સેક્રેટરી (Financial Services Secretary) છે. બજેટ ૨૦૨૬ માં નાના વેપારીઓને સરળ લોન આપવા પર તેમની સલાહ મહત્વની રહેશે.

Share This Article