Burger King Franchise: બર્ગર કિંગની ફ્રેન્ચાઇઝી ખોલીને બનો બિઝનેસના ‘કિંગ’, વર્ષ ૨૦૨૬માં આઉટલેટ શરૂ કરવા માટે જાણો ખર્ચ અને કમાણીનું ગણિત!

Arati Parmar
3 Min Read

Burger King Franchise: દુનિયાના સૌથી પ્રખ્યાત ફાસ્ટ-ફૂડ બ્રાન્ડ્સમાંની એક છે બર્ગર કિંગ (Burger King). ભારતમાં બર્ગર કિંગની ફ્રેન્ચાઇઝી (શોપ) ખોલવી એ એક મોટી બિઝનેસ તક છે, કારણ કે ફાસ્ટ ફૂડ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ આ સરળ નથી. આમાં નોંધપાત્ર રોકાણ, અનુભવ અને કંપનીની કડક શરતો પૂરી કરવી પડે છે. આ કોઈ નાનું-મોટું રોકાણ નથી, પરંતુ એક ‘રોયલ ઇન્વેસ્ટમેન્ટ’ છે, જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે.

બર્ગર કિંગ જેવી ગ્લોબલ બ્રાન્ડ સાથે જોડાવું એ એક સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે. જો તમારી પાસે મોટી રકમ રોકવાની ક્ષમતા હોય, તમે પરફેક્ટ લોકેશન શોધી લીધું હોય અને અનુભવ પણ હોય, તો બર્ગર કિંગની ફ્રેન્ચાઇઝી તમારા માટે યોગ્ય છે. જો તમે વર્ષ 2026 માં તમારું પોતાનું બર્ગર કિંગ આઉટલેટ ખોલવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે છે.

- Advertisement -

બર્ગર કિંગ શોપ ખોલવામાં કેટલો ખર્ચ થશે?

ભારતમાં એક આઉટલેટ ખોલવાની કુલ કિંમત તમારા લોકેશન અને સ્ટોરના કદ પર આધારિત છે. મોટે ભાગે તે ₹2.5 કરોડથી શરૂ થઈને ₹10 કરોડ સુધી જઈ શકે છે. બર્ગર કિંગ ફ્રેન્ચાઇઝી ફીના નામે મોટી રકમ વસૂલે છે, જે બ્રાન્ડ નેમ વાપરવાના અધિકાર તરીકે લેવામાં આવે છે. આ રકમ ₹11 લાખથી ₹37 લાખની વચ્ચે હોય છે. ત્યારબાદ સેટઅપ ખર્ચ ₹67 લાખથી ₹6 કરોડ સુધીનો હોઈ શકે છે.

ખર્ચાઓની લાંબી યાદી

ફ્રેન્ચાઇઝી ખોલવા પાછળ કેટલાક છુપાયેલા ખર્ચ પણ હોય છે:

- Advertisement -
  • વર્કિંગ કેપિટલ: શરૂઆતમાં બિઝનેસ ચલાવવા માટે ₹15 લાખથી ₹67 લાખની જરૂર પડે છે.

  • સ્ટાફ અને ટ્રેનિંગ: સ્ટાફની ભરતી અને તાલીમ પાછળ ₹21 લાખથી ₹45 લાખનો ખર્ચ થઈ શકે છે.

  • લાયસન્સ અને વીમો: સરકારી પરમિટ અને કરોડોના બિઝનેસને સુરક્ષિત રાખવા માટે વીમાનું પ્રીમિયમ પણ લાખોમાં હોય છે.

કોણ લઈ શકે છે બર્ગર કિંગ ફ્રેન્ચાઇઝી?

બર્ગર કિંગ દરેકને પોતાની ફ્રેન્ચાઇઝી આપતું નથી. આ માટે તમારી નેટવર્થ ઓછામાં ઓછી ₹12.5 કરોડ હોવી જોઈએ. તેમાંથી પણ ₹4.2 કરોડની રોકડ (Liquid Assets) તમારી પાસે તાત્કાલિક ઉપલબ્ધ હોવી જોઈએ. કંપની એવા લોકોને પ્રાધાન્ય આપે છે જેમને રેસ્ટોરન્ટ અથવા રિટેલ મેનેજમેન્ટનો અગાઉનો અનુભવ હોય.

બર્ગર કિંગથી કેટલી કમાણી થાય છે?

નિષ્ણાતોના મતે, એક સફળ આઉટલેટ પર દરરોજ ₹20,000 થી ₹30,000 નું વેચાણ થાય છે. આ હિસાબે મહિનાનું વેચાણ ₹6 લાખથી ₹9 લાખ સુધી જઈ શકે છે. તમામ ખર્ચ, રોયલ્ટી અને સ્ટાફના પગાર કાપ્યા પછી, માલિકને 10% થી 20% નફો મળે છે. એટલે કે, તમે દર મહિને ₹3 લાખથી ₹4 લાખનો ચોખ્ખો નફો ઘરે લઈ જઈ શકો છો.

- Advertisement -

પ્રશ્નોત્તરી (FAQ)

૧. કુલ રોકાણ કેટલું? અંદાજે ₹2.5 કરોડથી ₹10 કરોડ.

૨. રોયલ્ટી ફી કેટલી? કુલ માસિક વેચાણના અંદાજે 4.5%.

૩. પૈસા કેટલા સમયમાં પાછા મળે (ROI)? સરેરાશ 2 થી 5 વર્ષમાં.

૪. જગ્યા કેટલી જોઈએ? ફૂડ કોર્ટ માટે 500-1200 ચોરસ ફૂટ અને ડાઈન-ઈન માટે 1500-2500+ ચોરસ ફૂટ.

૫. કેવી રીતે અરજી કરવી? કંપનીની સત્તાવાર વેબસાઇટ અથવા [email protected] પર ઈમેલ દ્વારા.

Share This Article