વાઝિંજામ પોર્ટ ખાતે દેશનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ કાર્યાન્વિત

Reena Brahmbhatt
3 Min Read

વાઝિંજામ પોર્ટ ખાતે દેશનું પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ કાર્યાન્વિત

મુંદરા, તા. 12 : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને વાઝિંજામ પોર્ટ ખાતે તેના સૌપ્રથમ `મધર શિપ’ના આજે આગમનની ઘોષણા કરી છે. વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરતી આ એક સીમાચિહ્નરૂપ ઘટના ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગનો આરંભ કરવા સાથે વાઝિંજામને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગોમાં નિર્ણાયક સાહસિક તરીકે સ્થાપિત કરે છે.

- Advertisement -

RPOacTQl adani mundra port

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના હસ્તે આ સમારંભ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેરળના બંદર મંત્રી વી.એન. વસાવાના અધ્યક્ષપદે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રના બંદર, શાપિંગ અને જળ માર્ગોના મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્ય મહેમાનપદે હાજરી આપી હતી. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓથી સજ્જ ભારતના પ્રથમ સ્વચાલિત બંદરની આ સાથે શરૂઆત પણ થઇ છે, જે આધુનિક કન્ટેનર હેન્ડાલિંગ સાધનો અને વિશ્વ-કક્ષાના ઓટોમેશન અને આઈટી સિસ્ટમ્સ સાથે મોટા જહાજોનું સંચાલન કરવા માટે સમર્થ છે. 8000-9000 ટીઈયુ (20 ફૂટ સમકક્ષ એકમો)ની ક્ષમતા સાથેનું સાન ફર્નાન્ડો મર્સ્ક દ્વારા સંચાલિત 300 મીટર લાંબા કન્ટેનર જહાજ તેમજ લગભગ 2000 કન્ટેનરને ખાલી કરવા અને 400 કન્ટેનરની અંદરની હિલચાલ માટે આ બંદર ઉપરની ઉપલબ્ધ સેવાઓથી લાભાન્વિત થશે. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિ.ના મેનાજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ વાઝિંજામના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, અમારા બંદર પર સાન ફર્નાન્ડોનું આગમન એ ભારતની સામુદ્રિક તવારીખમાં એક નવી ગૌરવશાળી સિદ્ધિનું પ્રતીક છે. ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ અને સૌથી મોટા ડીપ વોટર પોર્ટે વ્યાપારી કામગીરીનો આરંભ કર્યો છે, તેનાથી વિશ્વને અવગત કરવા આ એક સંદેશવાહક છે.`ભારતના મુંદરા પોર્ટ સહિત અન્ય કોઈ પોર્ટ આપણી પોતાની અત્યાધુનિક આ ટેક્નોલોજીઓ ધરાવતું નથી. તેમણે કહ્યું હતું કે, અમે અહીં પહેલેથી જ જે સુવિધા પ્રસ્થાપિત કરી છે, તે દક્ષિણ એશિયાની સૌથી અદ્યતન કન્ટેનર હેન્ડાલિંગ ટેક્નોલોજી છે અને એકવાર અમે ઓટોમેશન અને વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સંપૂર્ણ સજ્જ થશે, ત્યારે વાઝિંજામ તકનિકી દૃષ્ટિએ વિશ્વના સૌથી વધુ અત્યાધુનિક ટ્રાન્સશિપમેન્ટ બંદરો પૈકીના એક તરીકે તેની પોતાની શ્રેણીમાં ઊભરી આવશે. હાલ ભારતના કન્ટેનર ટ્રાફિકના 25 ટકા ગંતવ્ય સ્થાનના માર્ગમાં ટ્રાન્સશિપ કરવામાં આવે છે.

- Advertisement -

વિશ્વ સાથે ભારતનો વેપાર વધી રહ્યો હોવા છતાં દેશમાં આજ સુધી એકપણ સમર્પિત ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ નહોતું, જેના પરિણામે હાલમાં ભારતનો 75 ટકા ટ્રાન્સશિપ કાર્ગો ભારતની બહારના બંદરો દ્વારા નિયંત્રિત થાય છે. વાઝિંજામ માત્ર ભારતમાં ટ્રાન્સશિપમેન્ટ ટ્રાફિકની હિલચાલને જ સરળ નહીં બનાવે, પરંતુ ભારતને જોડતા યુએસ, યુરોપ આફ્રિકા અને ભારતીય ઉપખંડ વચ્ચેના મુખ્ય માર્ગોના ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પણ વ્યૂહાત્મક રીતે સ્થિત આ બંદર મહત્ત્વની ભૂમિકા ભજવશે અને આમ વાઝિંજામ યુ.એસ., યુરોપ, આફ્રિકા અને દૂર પૂર્વના આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોમાં નિર્ણાયક ભૂમિકા અદા કરી રહ્યું છે.

Share This Article