Foreign capital inflows: વિદેશી ફન્ડોનું ઊભરતી બજારોમાં વળતર શરૂ, ભારત સહિત મુખ્ય બજારમાં રોકાણ વધ્યું

Arati Parmar
3 Min Read

Foreign capital inflows: ઊભરતી બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતીભર્યો વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી સમાપ્ત થઈ ગયા પછી ઊભરતી બજારોમાંથી વિદેશી ફન્ડોના થયેલા પલાયન બાદ આ ફન્ડો ફરી પાછા ભારત સહીતની ઊભરતી બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વિદેશી ફન્ડો પાછા ઊભરતી બજારો તરફ નજર દોડાવવા લાગ્યા હોવાનુંમાનવામાં આવે છે.

ભારત, બ્રાઝિલ, હોંગકોંગ અને તાઈવાન સહિતની મુખ્ય ઊભરતી બજારોમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશી મૂડી પ્રવાહમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી રહી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

- Advertisement -

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે.

Share This Article