Gold price today: વિશ્વ બજારમાં ઘટાડા સાથે સોનું ₹88,500 પર, ચાંદી ₹96,000 પહોંચી!

Arati Parmar
2 Min Read

Gold price today: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં પીછેહટ જોવા મળી જ્યારે ચાંદીના ભાવ બેતરફી વધઘટ વચ્ચે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ તૂટી ઔંશના ૨૯૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં થયેલા ઘટાડાના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે સોનાના ભાવ ઉંચા મથાળે દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

અમદાવાદ બજાર બુધવારે મહાશિવરાત્રી નિમિત્તે બંધ રહ્યા પછી આજે બજારમાં બે દિવસીય ઘટાડામાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦થી ૧૧૦૦ તૂટયા હતા.

- Advertisement -

અમદાવાદ સોનાના ભાવ આજે ઘટી ૯૯૫ના રૂ.૮૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૮૮૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ જો કે કિલોદીઠ રૂ.૯૬૦૦૦ના મથાળે શાંત હતા.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યું હતું. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૯૧૩થી ૨૯૧૪ વાળા ગબડી નીચામાં ભાવ ૨૮૭૭ થઈ ૨૮૮૫થી ૨૮૮૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૩૧.૭૬થી ૩૧.૭૭ વાળા નીચામાં ૩૧.૫૩ તથા ઉંચામાં ૩૧.૯૮ થઈ ૩૧.૮૨થી ૩૧.૮૩ ડોલર રહ્યા હતા.

- Advertisement -

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૫૭૦૦ વાળા રૂ.૮૫૨૫૦ જ્યારે ૯૯.૯૦ના રૂ.૮૬૦૦૦ વાળા રૂ.૮૫૫૯૩ બોલાયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૦૫૦ વાળા રૂ.૯૪૬૧૦ થઈ રૂ.૯૫૦૪૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ નીચામાં ૯૬૩ તથા ઉંચામાં ૯૭૪ થઈ ૯૬૯થી ૯૭૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૨૪ તથા ઉંચામાં ૯૩૩ થઈ ૯૨૭થી ૯૨૮ ડોલર રહ્યા હતા.

- Advertisement -

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૯ ટકા પ્લસમા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટી બે મહિનાના તળિયે ઉતર્યા પછી ફરી બાઉન્સ બેક થયાના સમાચાર મળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૭૨.૪૯ થઈ ૭૩.૩૦ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૮.૬૧ થઈ ૬૯.૩૫ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ઘટયાના વાવડ હતા.

Share This Article