Gold prices : સોનાના ભાવ નવી ઉંચાઈએ, ₹89,500 પાર! ચાંદીમાં ઘટાડો, ક્રૂડતેલમાં ઉથલપાથલ

Arati Parmar
2 Min Read

Gold prices : ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર મજબુતાઈ બતાવતા હતા. વૈશ્વિક ભાવ ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૯૩૬થી ૨૯૩૭ વાળા આજે ઉંચામાં ૨૯૫૧થી ૨૯૫૨ થઈ ૨૯૪૭થી ૨૯૪૮ ડોલર હતા.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૮૯૩૦૦ તથા ૯૯૯ના રૂ.૮૯૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૯૬ હજાર બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા હતી.

- Advertisement -

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરીફ-ટેરીફનું ગાણું ગવાતું રહેતાં વૈશ્વિક સોનામાં સેફ-હેવન બાઈંગ વધ્યાની પણ ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૨.૪૫ વાળા નીચામાં ૩૨.૩૬ તથા ઉંચામાં ૩૨.૭૬ થઈ ૩૨.૫૧થી ૩૨.૫૨ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૮૦ થઈ ૯૬૯થી ૯૭૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૭૬ તથા નીચાીમાં ૯૫૪ થઈ ૯૬૨થી ૯૬૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૮ ટકા ઘટયા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૫૯૦૦ વાળા રૂ.૮૬૦૫૪ તથા ૯૯૯ના રૂ.૮૬૨૦૦ વાળા રૂ.૮૬૪૦૦ રહ્યા હતા.

- Advertisement -

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૨૫૦ વાળા રૂ.૯૬૧૧૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાનો ભાવ ઔંશના ઉંચામાં ૨૯૫૦ ડોલર ઉપર જતાં હવે ૩૦૦૦ ડોલરના ભાવ પર બજારની નજર રહી છે.

અમેરિકાના સોનાના એક્સચેન્જની ટ્રેડેડ ફંડ ઈટીએફ એસપીડીઆરમાં સોનાનું હોલ્ડીંગ વધી ૯૦૪થી ૯૦૫ ટન છતાં ઓગસ્ટ ૨૦૨૩ પછીની નવી ટોચ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટના ભાવ બેરલના નીચામાં ૭૪.૧૧ તથા ઉંચામાં ૭૪.૭૬ થઈ ૭૪.૪૨ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૯.૮૦ તથા ઉંચામાં ૭૦.૬૭ થઈ લ૭૦.૩૭ ડોલર રહ્યા હતા.

- Advertisement -

ઈરાક સરકાર દ્વારા જણાવાયા મુજબ ત્યાંથી ખુર્દીસ્તાન ખાતેથી ક્રૂડતેલની નિકાસ ટૂંકમાં શરૂ કરવામાં આવનાર છે. તુર્કી સાથે વિવાદના પગલે ત્યાંથી આવી નિકાસ વર્ષથી અટકી હતી તે હવે ફરી શરૂ થવાની છે. અમેરિકાના દબાણના પગેલ આવી નિકાસ ફરી શરૂ થવાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાય રહી હતી. ક્રૂડતેલના વૈશ્વિક વાયદા બજારમાં તેજીવાળાની પોઝીશન ઘટી ચાર મહિનાના તળિયે ઉતરી છે.

 

Share This Article