Gold Rates Today: MCX ગોલ્ડ નવી ઊંચાઈએ, જલ્દી 1,00,000 સુધી પહોંચવાનો અંદાજ, કિંમતોમાં ઉછાળો પાછળના મુખ્ય કારણો

Arati Parmar
3 Min Read

Gold Rates Today: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે કિંમતી ધાતુમાં તેજી આવી છે. આજે એમસીએક્સ ગોલ્ડનો 4 એપ્રિલ વાયદો બજાર ખૂલતાં જ થોડી જ ક્ષણોમાં રૂ. 88418 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જે 11.11 વાગ્યે રૂ. 359ના ઉછાળે રૂ. 88382 પ્રતિ 10 ગ્રામના સ્તરે ક્વોટ થઈ રહ્યો હતો.

અમદાવાદમાં પણ સોનુ રેકોર્ડ ટોચે

- Advertisement -

કિંમતી ધાતુમાં આકર્ષક તેજીને ધ્યાનમાં લેતાં સ્થાનિક બજારમાં સોનું ટૂંકસમયમાં રૂ. 1,00,000ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. અમદાવાદમાં પણ શનિવારે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 90700 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે નોંધાયા બાદ ગઈકાલે રૂ. 100 ઉછળી ફરી નવી રૂ. 90800 પ્રતિ 10 ગ્રામ (999)ની રેકોર્ડ સપાટીએ પહોંચી હતી.

Share This Article