Gold & Silver Surge: દિવાળી પહેલાં અમદાવાદમાં સોનાં-ચાંદીના ભાવમાં રેકોર્ડ તોડ તેજી, બજાર ચકચારમાં

Arati Parmar
4 Min Read

Gold & Silver Surge: સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તેજી આગળ વધી હતી તથા નવા ઊંચા ભાવ દિવાળી પૂર્વે જોવા મળતાં ઝવેરીઓ અવાક બની ગયા હતા. વિશ્વબજારમાં આગેકૂચના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરીબજારોમાં તેજીનો ચરુ ઊકળતો રહ્યો હતો.અમદાવાદ સોના ચાંદી બજારમાં બે દિવસમાં ચાંદી રૂ.10000 વધી  જતાં આજે ચાંદીમાં રૂ.170000નો નવો રેકોર્ડ સર્જાયો હતો.ચાંદી પાછળ સોનું પણ આજે વધીને રૂ.128000 પહોંચતા નવો રેકોર્ડ સર્જાયો હતો.

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.10 હજાર વધી જતાં બજારના ખેલાડીઓમાં ખાસ્સી ચકચાર જાગી હતી. ચાંદીના ભાવ આ સપ્તાહમાં વધુ રૂ.20 હજાર વધ્યા છે તથા સોનાના ભાવ આ સપ્તાહમાં વધુ રૂ.5500 વધી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આજે અમદાવાદ ચાંદી રૂ.170000 તથા સોનું (99.9) રૂ.128000 અને સોનું (99.5) રૂ.127000ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતા.

- Advertisement -
Share This Article