Vehicle retail sales grow: નવા નાણાં વર્ષમાં વાહન વેચાણમાં 3% વૃદ્ધિ

Arati Parmar
2 Min Read

Vehicle retail sales grow: દેશમાં વાહનોના રિટેલ વેચાણમાં  વૃદ્ધિની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષનો પ્રારંભ ધીમી ગતિએ થયાનું જોવા મળે છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ એટલે કે એપ્રિલમાં ઓટોનું એકંદર રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે ૨.૯૫ ટકા વધી ૨૨,૮૭,૯૫૨ વાહનો રહ્યું છે. ૨૦૨૪ના એપ્રિલમાં આ આંક ૨૨,૨૨,૪૬૩ રહ્યો હતો.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ’ એસોસિએશન (ફાડા)ના આંકડા પ્રમાણે વાહનોમાં સૌથી વધુ વેચાણ વૃદ્ધિ ૨૪.૫૦ ટકા સાથે થ્રી વ્હીલર્સમાં જોવા મળી છે જ્યારે ટુ વ્હીલર્સ તથા ઊતારૂ વાહનોમાં આ આંક ૨.૨૫ ટકા અને ૧.૫૦ ટકા રહ્યો છે. ટ્રેકટર્સનું વેચાણ ૭.૫૦ ટકા વધ્યુ છે જ્યારે કમર્સિઅલ વાહનોના વેચાણમાં એક  ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું ફાડાના ડેટા જણાવે છે.

- Advertisement -
Share This Article