Arshad Warsi Banned for Stock Market: અરશદ વારસી પર સ્ટોક માર્કેટ છેતરપિંડીનો આરોપ, SBL પંપ એન્ડ ડમ્પ કાંડ ખુલાસો

Arati Parmar
3 Min Read

Arshad Warsi Banned for Stock Market: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ બોલિવૂડમાં ‘સર્કિટ’ નામથી પ્રસિદ્ધ અભિનેતા અરશદ વારસી પર સ્ટોક માર્કેટમાં છેતરપિંડી કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે.  તેની પત્ની અને તેના ભાઈ પર પણ એક વર્ષ માટે સ્ટોક માર્કેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અરશદ વારસી ઉપરાંત અન્ય 58 લોકો પર પણ માર્કેટ સાથે છેતરપિંડી કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ તેમજ 5-5 લાખની પેનલ્ટી ફટકારી છે.

સેબીએ અરશદ વારસી સહિત 59 લોકોની કુલ રૂ. 105 કરોડની ગેરકાયદે કમાણી પણ જપ્ત કરવા આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સાધના બ્રોડકાસ્ટ લિ. (Sadhna Broadcast Ltd-SBL)ના શેર્સ સાથે છેતરપિંડી આચરી હતી. કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી તેને ઊંચા ભાવે  (પંપ એન્ડ ડંપ) વેચ્યા હતા. જેનાથી અન્ય રોકાણકારોને મોટું નુકસાન થયુ હતું.

- Advertisement -
Share This Article