Digital Security Tips: ડિજિટલ છેતરપિંડીથી બચવા માંગો છો તો આ 5 વાતો યાદ રાખો; ખુદ NPCI એ જણાવ્યું

Arati Parmar
3 Min Read

Digital Security Tips: દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની રાહ સરળ બનાવનાર સંગઠન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) છે. તેનું કહેવું છે કે જેમ-જેમ આનો ઉપયોગ વધી રહ્યો છે, તેમ-તેમ લોકો માટે સતર્ક અને જાગૃત રહેવું પણ જરૂરી બની ગયું છે. સુરક્ષિત ચુકવણીની આદતો અપનાવવી સરળ છે અને તે ડિજિટલ લેવડ-દેવડને સુરક્ષિત બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. તેણે સામાન્ય જનતાને પાંચ વાતો પર અમલ કરવા કહ્યું છે. આપણે જાણીએ આ પાંચ વાતો.

ચુકવણી કરતા પહેલા હંમેશા તપાસ કરો

જેમ કે કોઈ વસ્તુ માટે તમે કોઈ રકમની ચુકવણી કરો છો, તે પહેલાં, સ્ક્રીન પર દેખાતા નામને જરૂર જુઓ. સુનિશ્ચિત કરો કે આ તે જ વ્યક્તિ કે વેપારી છે, જેમને તમે પૈસાની ચુકવણી કરવા માંગો છો. પુષ્ટિ કરવા માટે થોડી સેકન્ડનો સમય લો. આનાથી ભૂલોથી બચી શકાય છે.

- Advertisement -

ભરોસાપાત્રની પસંદગી કરો

તમે કોઈને પેમેન્ટ કરો છો તો હંમેશા ભરોસાપાત્ર પેમેન્ટ એપ અને વેબસાઈટનો ઉપયોગ કરો. તમે જેમને ચુકવણી કરી રહ્યા છો, તેમની સત્તાવાર એપ હોય તો અતિ ઉત્તમ. જો એવું નથી તો કોઈ વિશ્વસનીય એપ કે વેબસાઈટ દ્વારા જ પેમેન્ટ કરો. આ વાત ગાંઠે બાંધી લો કે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું નથી. સાથે જ પોતાના મોબાઈલ ફોનમાં કોઈ શંકાસ્પદ એપ ડાઉનલોડ ન કરો.

PIN કે OTP શેર ન કરો

ફ્રોડ કરનારા સૌથી પહેલા તમારી પાસે PIN કે OTP શેર કરવાનું કહે છે. ક્યારેય પણ પોતાનો PIN કે OTP કોઈની પણ સાથે શેર ન કરો. તમારો UPI PIN, OTP કે બેંક વિગતો ખાનગી અને ગુપ્ત છે. આને ક્યારેય પણ કોઈની સાથે શેર ન કરો, ભલે ફોન કરનાર વ્યક્તિ પોતાની જાતને બેંક, પોલીસ કે કોઈ સરકારી કચેરીના અધિકારી ગણાવે.

- Advertisement -

ઉતાવળ ન બતાવો

કોઈ તમને રકમની ચુકવણી કરવા માટે કહે છે અને તમે તેનાથી સંતુષ્ટ નથી તો તેને પેમેન્ટ કરવામાં ઉતાવળ ન બતાવો. જો કોઈ તમારી પાસે જલ્દી ચુકવણી કરવા કે પોતાની જાણકારી તરત જ શેર કરવાનો અનુરોધ કરે તો તમે સતર્ક થઈ જાઓ. તમે તેમને કહી શકો છો કે તમે તપાસ કરીને પાછો કોલ કરશો. સમય લેવો અને સાવધાની રાખવી સંપૂર્ણપણે યોગ્ય છે. આનાથી છેતરપિંડીની આશંકા ન્યૂનતમ થઈ જાય છે.

નિયમિત તપાસ કરો

તમે જો તમારા બેંક ખાતામાં ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ કે ફોન બેંકિંગ ચાલુ કરો છો તો બેંકવાળાને SMS અને એપ નોટિફિકેશન મોકલવા માટે વિનંતી કરો. આના માટે બેંક થોડો ચાર્જ લે છે. પરંતુ આ એક સુરક્ષિત રીત છે. જેવું તમારા ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન થશે, તમારી પાસે નોટિફિકેશન આવી જશે. દરેક એલર્ટને ધ્યાનથી વાંચો. જો કોઈ લેવડ-દેવડ શંકાસ્પદ લાગે, તો તરત જ તમારી બેંક કે પેમેન્ટ એપનો સંપર્ક કરો.

- Advertisement -
Share This Article