કોઈપણ વ્યવસાય માટે કુશળ કાર્યબળ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે: રાજેશ કુમાર મોદી
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત SGCCI બિઝનેસ કનેક્ટ SBC 1.0 અને 2.0 પ્રોગ્રામનો ગ્રાન્ડ ફિનાલે શનિવાર 18મી મે 2024ના રોજ લે મેરીડિયન (TGB), સુરત ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં 150 થી વધુ સભ્યો અને મહેમાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ રાજેશ કુમાર મોદી, ઝિમ્બાબ્વેના નાયબ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હતા.
ઝિમ્બાબ્વેમાં રોકાણની તકો વિશે માહિતી આપી હતી
મુખ્ય અતિથિ રાજેશ કુમાર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે “ઝિમ્બાબ્વેમાં ફાર્માસ્યુટિકલ, સોલાર, ફૂડ પ્રોસેસિંગ, માઇનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો છે.” તેમણે એ પણ ધ્યાન દોર્યું કે ઝિમ્બાબ્વેની સરકાર રોકાણકારોને ટેક્સમાં રાહત આપે છે અને સુરતના રોકાણકારો જો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં રોકાણ કરે તો યુએસ ચલણમાં વેપાર કરી શકે છે.

ગુજરાતીઓ 16મી સદીથી ઝિમ્બાબ્વે સાથે વેપાર કરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ગુજરાતી લોકો હંમેશા સાહસિક રહ્યા છે અને 16મી સદીથી ઝિમ્બાબ્વે સાથે વેપાર કરે છે.” તેમણે ઝિમ્બાબ્વેમાં કુશળ અને વફાદાર કર્મચારીઓની ઉપલબ્ધતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
SGCCI મોર્નિંગ ચેપ્ટરની સફળતાની ઉજવણી
આ કાર્યક્રમમાં SGCCI મોર્નિંગ ચેપ્ટરના એક વર્ષ પૂર્ણ થયાની સફળ ઉજવણી પણ કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયાએ આ પ્રસંગે તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 વિશે માહિતી આપી હતી.
SBC પ્રવૃત્તિઓ વિશે માહિતી
SBC પ્રમુખ ચિરાગ દેસાઈએ કાર્યક્રમની શરૂઆત કરી સૌને આવકાર્યા હતા. ચેમ્બરના માનદ મંત્રી નિખિલ મદ્રાસી અને એસબીસીના સલાહકાર તપન જરીવાલાએ એસબીસીની પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું સમાપન
SBC કો-ચેર સુશ્રી સ્નેહાબેન જરીવાલાએ 30 સેકન્ડની બિઝનેસ પ્રેઝન્ટેશન મીટીંગ યોજી હતી. SBC સલાહકાર પરેશ પારેખે સમાપન સંબોધન આપ્યું હતું અને સહ-અધ્યક્ષ નિરવ બરફીવાલાએ સૌનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
