Home Loan Tips: હોમ લોન લેતા પહેલાં આ 5 બાબતો જરૂર સમજો, નહીં તો વધી શકે છે વ્યાજનો બોજ

Arati Parmar
4 Min Read

Home Loan Tips: ઘર ખરીદવા હોમ લોન લેવાનું વિચારો છો? ડાઉન પેમેન્ટથી લઈને ટેક્સ બચત સુધી જાણો આ મહત્વની બાબતો

Home Loan Tips: આજના સમયમાં પ્રોપર્ટીના રેટ આકાશને આંબી રહ્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો માટે પોતાનું ઘર ખરીદવું માત્ર એક સપનું બનીને રહી ગયું છે. જોકે, ઘણા લોકો પોતાના આ સપનાને બેન્કમાંથી હોમ લોન લઈને પૂરું કરી રહ્યા છે, પરંતુ બેન્કમાંથી હોમ લોન લેવી કોઈ સરળ બાબત નથી કારણ કે હોમ લોન મોટી અને લાંબા સમયગાળાની લોન હોય છે.

જો તમે પણ આવનારા સમયમાં બેન્કમાંથી હોમ લોન લેવાનું આયોજન બનાવી રહ્યા છો તો પહેલાં તમારે કેટલીક જરૂરી બાબતોને ચોક્કસપણે સમજી લેવી જોઈએ. આજે અમે તમને હોમ લોન સંબંધિત આવી જ કેટલીક 5 મહત્વની બાબતો વિશે જણાવવાના છીએ. ચાલો જાણીએ વિગતો.

- Advertisement -

હોમ લોનની ડાઉન પેમેન્ટ

બેન્ક તમારી જરૂરિયાત અનુસાર મોટી હોમ લોન આપવા માટે તૈયાર થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે મોટી રકમની જ હોમ લોન લો. તમારી જરૂરિયાત અનુસાર જ રકમ ઉધાર લો. જો તમારી પાસે પૂરતી બચત હોય તો થોડી વધારે ડાઉન પેમેન્ટ કરીને લોનની રકમ પણ ઘટાડી શકાય છે. ધ્યાન રાખો કે લોન જેટલી ઓછી હશે, તેટલું જ ઓછું વ્યાજ ચૂકવવું પડશે, જોકે, આ માટે તમારી સંપૂર્ણ બચત ખતમ કરી દેવી પણ યોગ્ય નિર્ણય નથી. ઘર ખરીદ્યા પછી પણ રજિસ્ટ્રેશન, શિફ્ટિંગ, ફર્નિશિંગ અને અન્ય ખર્ચ સામે આવી શકે છે. આ ઉપરાંત ઇમરજન્સી માટે અલગથી પૈસા બચાવીને રાખવા પણ જરૂરી છે.

હોમ લોનની EMI

ઘણા લોકો એ વિચારીને ખુશ થઈ જાય છે કે બેન્ક ઓછી EMI ઑફર કરી રહી છે, પરંતુ ધ્યાન રાખો કે ઓછી EMI હોવાના કારણે લોનનો સમયગાળો વધી શકે છે અને અહીં તમારે વધારે વ્યાજ ચૂકવવું પડી શકે છે. આવી સ્થિતિમાં લોનની EMI એટલી જ રાખો, જેટલી તમે સમયસર ભરી શકો. પ્રયાસ કરો કે હોમ લોનની મન્થલી EMI વધારે હોય, જેથી વ્યાજ ઓછું થાય અને લોન ઝડપથી પૂરી થઈ જાય.

- Advertisement -

હોમ લોનમાં ચાર્જ

ઘણા લોકો હોમ લોન લેતી વખતે માત્ર વ્યાજ દર પર ધ્યાન આપે છે, પરંતુ હોમ લોનમાં અન્ય ચાર્જ પણ સામેલ હોય છે, જેમ કે પ્રોસેસિંગ ફી, પ્રીપેમેન્ટ ચાર્જ વગેરે. આવી સ્થિતિમાં વ્યાજ દરની સાથે અન્ય ચાર્જિસને પણ સમજો અને વિચારી-વિચારીને જ નિર્ણય લો. ઘણી વખત બેન્કનો વ્યાજ દર ઓછો હોઈ શકે છે, પરંતુ તે બેન્કના અન્ય ચાર્જ વધારે હોઈ શકે છે.

આવક વધવા પર હોમ લોનની પેમેન્ટ

જો હોમ લોન દરમિયાન તમારી મન્થલી આવકમાં વધારો થાય તો પ્રયાસ કરો કે તમે તમારી મન્થલી EMI વધારી દો અથવા પછી બચત કરો અને સમયાંતરે લોનની પ્રી-પેમેન્ટ જરૂર કરો.

- Advertisement -

ટેક્સ બચત માટે વધારે લોન

હોમ લોન પર મળતી ટેક્સ છૂટ ઘણા લોકો માટે લાભદાયક હોઈ શકે છે, પરંતુ માત્ર ટેક્સ બચાવવા માટે મોટી લોન લેવી સમજદારીભર્યું નથી. વર્ષ 2026-27 માટે જૂની ટેક્સ રેજીમમાં શરતોને આધીન Section 24(b) હેઠળ મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની કપાતનો લાભ મળી શકે છે. જ્યારે હોમ લોનના મૂળધનની યોગ્ય ચુકવણી Section 80Cની કુલ 1.5 લાખ રૂપિયાની મર્યાદામાં સામેલ થઈ શકે છે.

નવી ટેક્સ રેજીમમાં સેલ્ફ-ઑક્યુપાઇડ પ્રોપર્ટી માટે ઉધાર લીધેલી રકમ પર વ્યાજની કપાતનો લાભ એ જ રીતે ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં હોમ લોન લેતા પહેલાં એ જોવું જરૂરી છે કે તમે કઈ ટેક્સ રેજીમમાં છો અને તમને ખરેખર કેટલો લાભ મળશે.

Share This Article