India Energy Security Strategy: સંકટમાં ભારતને મળ્યો ઓસ્ટ્રેલિયા અને કેનેડાનો સાથ, વધારાના ગેસ સપ્લાય માટે લંબાવ્યો હાથ

Arati Parmar
2 Min Read

India Energy Security Strategy: ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. આનાથી ભારત સહિત ઘણા દેશોને ક્રૂડ ઓઈલ અને ગેસની સમસ્યા થઈ શકે છે. હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) માંથી સપ્લાય ખોરવાઈ જવાની આશંકા વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે નવા વિકલ્પો શોધી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત અનેક દેશોએ ભારતને વધારાના ગેસ સપ્લાયની ઓફર કરી છે.

સૂત્રોએ જણાવ્યું કે મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ભારતનો કાચા તેલનો પુરવઠો હવે કોઈ એક દરિયાઈ માર્ગ પર નિર્ભર નથી. એક જ દરિયાઈ માર્ગ પર નિર્ભરતાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. ભારત જેટલું તેલ આયાત કરે છે, તેનો લગભગ અડધો હિસ્સો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. બાકીનું ક્રૂડ ઓઈલ અન્ય માર્ગો પરથી આવે છે, જે હાલમાં પ્રભાવિત નથી.

- Advertisement -

ઘણી જગ્યાએથી આયાત

ભારત પોતાની જરૂરિયાતનું ક્રૂડ ઓઈલ અને ગેસ અનેક દેશો પાસેથી ખરીદે છે. જેમાં આ મુખ્ય છે:

  • રશિયા

  • પશ્ચિમ આફ્રિકા

  • અમેરિકા ખંડ

  • મધ્ય એશિયા

  • ખાડી ક્ષેત્રની બહારના મિડલ ઈસ્ટ દેશો

અમેરિકા અને યુએઈ સાથે નવી સમજૂતી

ભારતે તાજેતરમાં અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા ભાગીદાર દેશો સાથે પણ નવી ઉર્જા સપ્લાય વ્યવસ્થાઓ કરી છે. તેનો હેતુ એ છે કે લાંબા ગાળા માટે સ્થિર સપ્લાય સુનિશ્ચિત કરી શકાય. છેલ્લા દસ વર્ષોમાં ભારતે તેના તેલ પુરવઠાના સ્ત્રોતો 27 દેશોથી વધારીને 40 દેશો સુધી કરી દીધા છે, જે છ ખંડોમાં ફેલાયેલા છે.

- Advertisement -

ભારતમાં પેટ્રોલની કિંમતોમાં ઓછો વધારો

વૈશ્વિક સંકટના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 15 ટકા વધી ગઈ છે. આમ છતાં ભારતમાં ઈંધણની કિંમતોમાં અપેક્ષા કરતા ઓછો વધારો થયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતો લગભગ 55% વધી ગઈ છે. જ્યારે જર્મનીમાં 22%, ફ્રાન્સમાં 19% અને અમેરિકામાં 11% થી વધુ ઉછાળો આવ્યો છે. જ્યારે ભારતમાં આ જ સમયગાળા દરમિયાન પેટ્રોલની કિંમતોમાં 1% થી પણ ઓછો વધારો થયો છે.

- Advertisement -
Share This Article