Post Office TD Return: પોસ્ટ ઓફિસ TD કે સરકારી બેંકની FD, રોકાણ કરવા પર ક્યાં મળશે વધુ રિટર્ન, જાણો વિગતો

Arati Parmar
3 Min Read
Post Office TD Return

Post Office TD Return: જો તમે તમારા પૈસાનું રોકાણ કરવા માટે સુરક્ષિત વિકલ્પ શોધી રહ્યા છો. સાથે જ તમે ગેરંટીડ રિટર્ન ઈચ્છો છો, તો ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી અને પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એટલે કે ટીડી તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આજે અમે તમને આ બંને સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને સાથે અમે તમને એ પણ જણાવીશું કે ક્યાં રોકાણ કરીને તમે વધુ રિટર્ન મેળવી શકો છો. આવો જાણીએ વિગતો.

પોસ્ટ ઓફિસ TD VS સરકારી બેંક એફડી

પોસ્ટ ઓફિસ TD સ્કીમ પોસ્ટ ઓફિસની એફડીની જેમ જ કામ કરે છે, જ્યાં રોકાણકારોએ એકસાથે પોતાના પૈસા રોકવાના હોય છે અને તેમાં નિશ્ચિત વ્યાજ દરે રિટર્ન પણ મળે છે. પોસ્ટ ઓફિસની 5 વર્ષની અવધિ વાળી TD માં રોકાણકારોને 7.5 ટકાના વ્યાજ દરે રિટર્ન મળે છે. બીજી તરફ મોટાભાગની સરકારી બેંકો 5 વર્ષની એફડી પર આશરે 6 થી 6.30 ટકા સુધી વ્યાજ આપી રહી છે. સરકારી બેંકની 5 વર્ષની અવધિ વાળી એફડીના વ્યાજ દરો કંઈક આ પ્રમાણે છે.

  • SBI- 6.05 ટકા

  • BOB- 6.30 ટકા

  • PNB- 6.10 ટકા

  • ઇન્ડિયન બેંક- 6 ટકા

  • બેંક ઓફ ઇન્ડિયા- 6 ટકા

  • કેનરા બેંક- 6.25 ટકા

સરકારી બેંકની 5 વર્ષની એફડીની સરખામણીએ પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમમાં વધુ વ્યાજ દરે રિટર્ન મળી રહ્યું છે. એવામાં જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની TD સ્કીમમાં રોકાણ કરી શકો છો.

- Advertisement -

ટેક્સ બચતનો પણ ફાયદો

પોસ્ટ ઓફિસની 5 વર્ષની TD યોજનાનો એક મોટો ફાયદો એ પણ છે કે તેમાં રોકાણ કરવા પર જૂની ટેક્સ રિજીમ હેઠળ ટેક્સ છૂટ મળે છે એટલે કે રોકાણકાર ન માત્ર વધુ સારું વ્યાજ કમાઈ શકે છે, પરંતુ ટેક્સ સેવિંગનો લાભ પણ ઉઠાવી શકે છે.

સુરક્ષાની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ TD ને સરકારની ગેરંટી પ્રાપ્ત હોય છે. આનો અર્થ એ છે કે રોકાણ કરેલી રકમ અને વ્યાજ બંને સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. બીજી તરફ બેંક FD પર DICGC વીમા હેઠળ માત્ર 5 લાખ રૂપિયા સુધીની સુરક્ષા મળે છે. જોકે રોકાણ કરતી વખતે માત્ર વ્યાજ દર જ નહીં, પરંતુ અન્ય સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે જેમ કે ઓનલાઇન બેંકિંગ સુવિધા, સમય પહેલા પૈસા ઉપાડવાના નિયમો અને ગ્રાહક સેવા વગેરે.

- Advertisement -

આ પણ વાંચો: Indian Outbound Tourism: પીએમ મોદીએ એમ જ વિદેશ ભ્રમણથી પરહેજ કરવાનું નથી કહ્યું, વિદેશ ભ્રમણમાં આટલો ખર્ચ કરી દે છે ભારતીયો – Newz Cafe

Share This Article