Bank of Baroda FD rates: BOB ની નવી ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરીને મેળવો સુરક્ષિત અને વધુ રિટર્ન
Bank of Baroda FD rates: જો તમે એક એફડી રોકાણકાર છો અને તમારા પૈસાને માત્ર બેંક એફડીમાં જ રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારે અલગ અલગ બેંકોની એફડી અને તેમના વ્યાજ દરો વિશે જરૂર માહિતી રાખવી જોઈએ, જેથી કરીને તમે એવી એફડીમાં રોકાણ કરી શકો, જેના વ્યાજ દરો વધુ છે. આજે અમે તમને એક એવી એફડી વિશે જણાવવાના છીએ, જેમાં તમે ઓછા સમય માટે રોકાણ કરી ખૂબ જ સારી વ્યાજ દર સાથે રિટર્ન મેળવી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ દેશની દિગ્ગજ સરકારી બેંક BOB એટલે કે બેંક ઓફ બરોડાની bob ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ વિશે. આવો જાણીએ વિગતો.
BOB ગોલ્ડન ગોલ ડિપોઝિટ સ્કીમ
બેંક ઓફ બરોડાએ તાજેતરમાં પોતાના ગ્રાહકો માટે એક નવી એફડી લોન્ચ કરી છે, જે ૫૫૫ દિવસની મુદતની છે. આ યોજના ૩ કરોડ રૂપિયાથી ઓછી રિટેલ જમા રકમ પર લાગુ થશે અને રોકાણકારોને નિશ્ચિત મુદત માટે બહેતર રિટર્ન કમાવવાની તક પણ પ્રદાન કરશે. BOB ની નવી ૫૫૫ દિવસની એફડીના વ્યાજ દરો કંઈક આ મુજબ છે.
Callable એફડીના વ્યાજ દરો ૬.૭૫ ટકા છે.
Non-Callable એફડીના વ્યાજ દરો ૬.૮૦ ટકા છે.
જણાવી દઈએ કે કોલેબલ એફડીમાં ગ્રાહક મેચ્યોરિટી પહેલા જમા રકમ ઉપાડી શકે છે, જ્યારે નોન-કોલેબલ એફડીમાં સમય પહેલા ઉપાડની પરવાનગી હોતી નથી. આવા સમયે નોન-કોલેબલ એફડીમાં રોકાણકારોને થોડી વધુ વ્યાજ દર સાથે રિટર્ન મળે છે.
બેંક ઓફ બરોડાની આ એફડીના વ્યાજ દરો વરિષ્ઠ નાગરિકો માટે અલગ છે. આ વ્યાજ દરો કંઈક આ મુજબ છે.
કોલેબલ એફડી
સીનિયર સિટીઝન- ૭.૨૫ ટકા
સુપર સીનિયર સિટીઝન- ૭.૩૫ ટકા
નોન-કોલેબલ એફડી
સીનિયર સિટીઝન- ૭.૩૦ ટકા
સુપર સીનિયર સિટીઝન- ૭.૪૦ ટકા
બેંક ઓફ બરોડાના ગ્રાહકો આ ૫૫૫ દિવસની મુદતવાળી એફડીમાં ખૂબ જ સરળ રીતે રોકાણ કરી શકે છે. ગ્રાહકો મોબાઈલ બેંકિંગ એપની મદદ અને નેટ બેંકિંગની મદદથી આ એફડીમાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત દેશભરની કોઈપણ બેંક ઓફ બરોડા શાખામાં જઈને પણ ગ્રાહકો આ એફડીમાં રોકાણ કરી શકે છે.
આ યોજનાની ખાસ વાત એ છે કે નવા ગ્રાહકો પણ સેવિંગ એકાઉન્ટ ખોલ્યા વગર ઓનલાઈન એફડી શરૂ કરી શકે છે. બેંકની અધિકૃત વેબસાઈટના માધ્યમથી સીધી ફિક્સ્ડ ડિપોઝિટ ખોલી શકાય છે, જેનાથી રોકાણ પ્રક્રિયા વધુ અનુકૂળ બની જાય છે.

