India GDP Growth FY27: ભારતીય અર્થતંત્રની તેજ રફ્તાર, FY27 માટે GDP ગ્રોથનો અંદાજ વધીને ૭.૪% થયો

Arati Parmar
2 Min Read

India GDP Growth FY27: ભારતીય અર્થતંત્ર ગ્લોબલ ટેન્શન વચ્ચે કમાલની સ્પીડથી સતત આગળ વધી રહ્યું છે. જ્યાં એક તરફ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ત્રીજા ક્વાર્ટર માટે ભારતનો જીડીપી (GDP) ગ્રોથ રેટ ૭.૮% નોંધાયો છે. તો બીજી તરફ ભવિષ્યને લઈને મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને દેશને મોટી ખુશખબર સંભળાવી છે. હકીકતમાં સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (FY27) માટે ભારતના જીડીપી ગ્રોથના અંદાજને સુધારીને ૭% થી ૭.૪% ની વચ્ચે કરી દીધો છે, જ્યાં પહેલા આ ૬.૮ થી ૭.૨% ની વચ્ચે હતો. આ નવી સિરીઝ હેઠળ કરવામાં આવેલો એક મહત્વનો ફેરફાર છે.

CEA નાગેશ્વરનના જણાવ્યા અનુસાર, અર્થતંત્રના અલગ-અલગ સેક્ટર ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના કમાલના પ્રદર્શને આ સુધારા માટે બેઝ તૈયાર કર્યો. નવી ડેટા સિરીઝ વધુ સચોટ આંકડા રજૂ કરે છે. જેનાથી જાણવા મળ્યું છે કે ભારત ન માત્ર ઝડપથી વધી રહ્યું છે, પરંતુ તેનો વિકાસ દર પણ સ્ટેબલ (સ્થિર) છે.

- Advertisement -

કેમ વધ્યો ગ્રોથનો અંદાજ?

આ વધારા પાછળ ત્રણ મોટા કારણો માની શકાય છે. જેમાં લોકલ ડિમાન્ડથી લઈને ઇન્ફ્રા પર ભાર અને મોંઘવારી દર નિયંત્રણમાં રહેવો સામેલ છે. ભારતીયો પાસે પૈસા વધ્યા છે, જેનાથી ખર્ચ કરવાની મર્યાદા વધી છે. સાથે જ ઘરેલું બજારોમાં વધતી માંગથી દેશમાં પ્રોડક્શન ઝડપથી વધ્યું છે. આ ઉપરાંત રસ્તાઓ, રેલ્વે અને પોર્ટ્સ પર સરકાર સતત પોતાના ખર્ચ વધારી રહી છે, જેનાથી બિઝનેસ કરવો સરળ બન્યો છે. તે જ સમયે, અમેરિકી ટેરિફ ટેન્શન પછી પણ ઘરેલું સ્તર પર મોંઘવારી કંટ્રોલમાં હોવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે.

યુવાઓ અને બજાર માટે સંદેશ

આ માત્ર એક નંબર નથી, પરંતુ રોજગાર અને રોકાણની નવી તકોનો સંકેત છે. ૭.૪% ના ગ્રોથ રેટનો અર્થ છે કે આવનારા વર્ષોમાં વિદેશી રોકાણ વધશે અને નવા સ્ટાર્ટઅપ્સ માટે ઇકોસિસ્ટમ મજબૂત થશે. નાગેશ્વરને ભરોસો વ્યક્ત કર્યો કે ભારત હવે મિડલ ઇન્કમ ટ્રેપમાંથી બહાર નીકળીને વિકસિત દેશ બનવા તરફ અગ્રસર છે.

- Advertisement -
Share This Article