Manufacturing PMI: ઔદ્યોગિક ગતિવિધિઓમાં તેજી, મેન્યુફેક્ચરિંગ PMI દસ મહિના પછી 58.2 પર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Manufacturing PMI: દેશમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વેગવાન બની છે. વૈશ્વિક પડકારો વચ્ચે મજબૂત ઓર્ડર બુક નોંધાતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ એપ્રિલમાં 10 માસની ટોચે નોંધાયો છે. જૂન, 2024 બાદ ઉત્પાદનમાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે. HSBC ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેજિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) એપ્રિલમાં વધી 58.2 થયો છે. જે માર્ચમાં 58.1 હતો. છેલ્લા દર મહિનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે.

50થી વધુ પીએમઆઈ ઔદ્યોગિક ગિતિવિધિઓનું વિસ્તરણ દર્શાવે છે, જ્યારે 50થી નીચે સંકોચન દર્શાવે છે.

- Advertisement -

નવા ઓર્ડરમાં વૃદ્ધિથી ઉત્પાદન વધ્યું

ઔદ્યોગિક ગતિવિધિઓમાં ઉત્પાદન વધવા પાછળનું કારણ નવા ઓર્ડરમાં વૃદ્ધિ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માગને ટેકો આપે છે. સર્વે અનુસાર, વૈશ્વિક સ્તરે અનેક પડકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે. કુલ વેચાણમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરમાં વૃદ્ધિ છેલ્લા 14 વર્ષની ટોચે છે. આ માગ મુખ્ય રૂપે આફ્રિકા, એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને અમેરિકામાંથી જોવા મળી છે.

- Advertisement -
Share This Article