કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે.
નવી દિલ્હી, 19 જુલાઇ. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 માટેનું કેન્દ્રીય બજેટ 23 જુલાઈએ સંસદમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું બજેટ ભાષણ શરૂ કરશે. સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય બજેટ 2024-25 માટે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. મંત્રાલયે કહ્યું કે નાણાં મંત્રાલયના એક્સ હેન્ડલ, ફેસબુક અને https://finmin.gov.in/ પર સમયાંતરે બજેટ અપડેટ કરવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2024-25 ના બજેટ દસ્તાવેજ બજેટ ભાષણ પૂર્ણ થયા પછી એન્ડ્રોઇડ અને Apple OS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ સાથે, તે “યુનિયન બજેટ મોબાઇલ એપ” પર અંગ્રેજી અને હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બન્યા બાદ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ 23 જુલાઈએ રજૂ થવા જઈ રહ્યું છે. 2014થી 1 ફેબ્રુઆરી સુધી મોદી સરકારના 12 બજેટ બહાર પાડવામાં આવ્યા છે.

