ઈ-કૉમર્સ કંપનીઓના કારણે દેશના 50 હજાર મોબાઈલ સ્ટોર્સના શટર પડી ગયા, CAITનો આરોપ

newzcafe
1 Min Read

ઈ-કૉમર્સ કંપનીઓના કારણે દેશના 50 હજાર મોબાઈલ સ્ટોર્સના શટર પડી ગયા, CAITનો આરોપ


વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના લગભગ 50 હજારથી વધુ મોબાઈલ સ્ટોર્સને તાળા વાગી ચૂક્યાં છે. કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આરોપ લગાવ્યો છે.


 


CAITનું કહેવું છે કે, ઈ-કૉમર્સ પ્લેટફોર્મ, બેંકો અને મોબાઈલ બ્રાન્ડની કેશ બેક, મોટુ ડિસ્કાઉન્ટ તેમજ ભાવને લઈને કોમ્પેટેટિવ નિયમોના ઉલ્લંઘનના કારણે મોટાભાગના મોબાઈલ સ્ટોર્સના શટર ડાઉન થઈ ગયા છે. મોબાઈલની દુકાનો બંધ થવા પાછળ FDIના માપદંડોનું ઉલ્લંઘન મજ GST ચોરી પણ મોટું કારણ છે.


 


CAITએ આરોપ લગાવ્યો છે કે, કેટલીક ઈ-કૉમર્સ કંપનીઓ પહેલા મોટી બ્રાન્ડો સાથે સ્પેશિયલ ડીલમાં મોબાઈલ હેન્ડસેટ પહેલાથી પ્રાપ્ત કરી લે છે અને પછી આ સ્ટોક સાથે ઑફલાઈન બજારમાં અસ્થિરતા ઉભી કરે છે. અમે આ મુદ્દે ચર્ચા કરવા માટે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને પિયુષ ગોયલને મળવાની પણ યોજના બનાવી રહ્યાં છીએ. જો આમ છતાં પણ કોઈ પગલા નહીં લેવામાં આવે તો CAITએ રસ્તા પર ઉતરવાની ધમકી આપી છે.

Share This Article