Nvidia Employee Bonus India: દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની એનવીડિયાએ (Nvidia) ભારતમાં કામ કરતા પોતાના મોટાભાગના કર્મચારીઓને શેરના રૂપમાં બોનસ આપ્યું છે. એનવીડિયાના ભારતમાં આશરે 10,000 કર્મચારીઓ છે અને તેમાંથી મોટાભાગનાને આ બોનસ મળ્યું છે. આ રકમ 5 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની છે. આ બોનસ આગામી ચાર વર્ષમાં ધીરે ધીરે કર્મચારીઓને મળશે. એનવીડિયા માર્કેટ કેપની દ્રષ્ટિએ દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપની છે. તેનું માર્કેટ કેપ અત્યારે 4.776 ટ્રિલિયન ડોલર છે.
એક રિપોર્ટ મુજબ, એનવીડિયાના ભારતીય કર્મચારીઓને સીઈઓ જેન્સન હુઆંગ તરફથી વન ટાઈમ સ્પેશિયલ સ્ટોક ગ્રાન્ટ મળી છે. અમેરિકાની સેલરી ટ્રેકર કંપની 6figr ના આંકડાઓમાં આ વાત સામે આવી છે. જેન્સન સ્પેશિયલ ગ્રાન્ટની શરૂઆત 2024માં થઈ હતી. આ વન ટાઈમ સ્ટોક એવોર્ડ છે જેના હેઠળ કર્મચારીઓને પોતાના શરૂઆતી રેસ્ટ્રિક્ટેડ સ્ટોક યુનિટ્સ (RSU) ના વધારાના 25 ટકા મળે છે.
ક્યાર સુધી મળશે પૈસા?
આ રકમ કર્મચારીઓને ચાર વર્ષમાં મળશે. તેની વેલ્યુ લોકલ કરન્સીમાં નક્કી કરવામાં આવી છે અને તેને 82.9 રૂપિયા પ્રતિ ડોલરના એક્સચેન્જ રેટ પર કન્વર્ટ કરવામાં આવી છે. એનવીડિયાના શેરની એવરેજ કિંમત 898.2 ડોલર પર આ નક્કી કરવામાં આવ્યું છે. 18 સપ્ટેમ્બર, 2024 ના રોજ 6.25 ટકાના પહેલા હપ્તા સાથે તેની શરૂઆત થઈ છે. ત્યારબાદ દરેક ત્રિમાસિક ગાળામાં 2028 સુધી તેનો હપ્તો આપવામાં આવશે.
મિડ લેવલના એક કર્મચારીને સ્પેશિયલ ગ્રાન્ટ હેઠળ 8 વધારાના RSU મળ્યા જેની વેલ્યુ 5.3 લાખ રૂપિયા છે. આ 21.5 લાખ રૂપિયાની વાર્ષિક ઇક્વિટી ગ્રાન્ટ ઉપરાંત છે. આ રીતે કર્મચારીની કુલ ઇક્વિટી 156 RSU છે જેની કિંમત ગયા વર્ષે એપ્રિલ સુધી 1.2 કરોડ રૂપિયાથી વધુ હતી.
એનવીડિયાના ભારતીય કર્મચારીઓને મળી જેન્સન સ્પેશિયલ ગ્રાન્ટ
કર્મચારીઓને ચાર વર્ષમાં 5 લાખ થી 1 કરોડ રૂપિયા સુધી મળશે
કર્મચારીઓના કુલ કોમ્પન્સેશનમાં ઇક્વિટીનો હિસ્સો 50-75%
ટોપ એન્જિનિયર્સને સ્ટોક એવોર્ડ મળીને 2-3 કરોડની સેલરી
કેટલી છે સેલરી?
રિપોર્ટ મુજબ, એનવીડિયા ઇન્ડિયામાં સ્ટોક બેઝ્ડ પે કુલ કોમ્પન્સેશનના 50 થી 75 ટકા સુધી છે. ટોપ એન્જિનિયર વાર્ષિક 2 થી 3 કરોડ રૂપિયા સુધી કમાઈ શકે છે. IC6-લેવલનો સોફ્ટવેર એન્જિનિયર વાર્ષિક 1.8 કરોડ રૂપિયા સુધી પહોંચી જાય છે. જોકે એન્ટ્રી લેવલ પર કોમ્પન્સેશન ઓછું છે. 6figr મુજબ, IC1 રોલમાં આ 10 થી 22 લાખ રૂપિયા જ્યારે IC2 માટે 23 થી 32 લાખ રૂપિયા છે. મિડ-લેવલ IC3 ની સેલરી 27 થી 51 લાખ છે જ્યારે ટોપ પરફોર્મરની સેલરી 85 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

