અદાણી મુંદરા પોર્ટ ક્ષમતા વિસ્તરણને મનજુરી મળી ગઈ છે

Reena Brahmbhatt
2 Min Read

મુંદરા, તા. 17 : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડને કેન્દ્ર સરકાર દ્વારા તેમના કચ્છ સ્થિત ભારતના સૌથી મોટા વાણિજ્યિક બંદર મુંદરા પોર્ટની ક્ષમતા બેવડીથી વધુ કરવા માટે તમામ ચાવીરૂપ પર્યાવરણીય અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરીઓ મળી છે, જેનાથી મુંદરામાં તેના મુખ્ય બંદરની ક્ષમતા 514 મિલિયન ટન સુધી વિસ્તરીત થઈ શકશે, જેમાં રૂા. 45,000 કરોડનું રોકાણ થશે. અહેવાલ મુજબ આ મંજૂરીથી અદાણી પોર્ટ્સ એન્ડ સેઝની સ્થિતિને વધુ મજબૂત બની જશે.

કારણ કે, તે ગુજરાત સરકાર સાથે 2031 પછી રાહતોનો સમયગાળો વધારવા માટે વાટાઘાટ કરી શકાશે. કચ્છનું આ બંદર હાલમાં તેની ડિઝાઇન ક્ષમતા અને પર્યાવરણીય અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ક્લિયરન્સ મુજબ વાર્ષિક 225 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની મંજૂરી ધરાવે છે, જેમાં 9.5 મિલિયન 20 ટીઇયુ કન્ટેનરનો સમાવેશ થાય છે, અદાણી મુંદરા પોર્ટે નાણાકીય વર્ષ 2024માં લગભગ 179.6 મિલિયન ટન કાર્ગો અને 7.4 મિલિયન ટીઇયુનું સંચાલન કર્યું હતું. હવે કંપની નાણાકીય વર્ષ 2025માં 200 મિલિયન ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરવાની અપેક્ષા રાખે છે.

- Advertisement -

Adanis Mundra Port

અદાણી પોર્ટ્સે મુંદરા બંદરની ક્ષમતા વધારવા માટે માટે પર્યાવરણ મંત્રાલયની એક્સપર્ટ એપ્રેઝલ કમિટી પાસેથી મંજૂરી માટે અરજી કરી હતી. આ વિસ્તરણ એ મુંદરા બંદર પર 3,335 હેક્ટર વોટરફ્રન્ટ વિસ્તાર વિકસાવવાની યોજનાનો એક ભાગ છે અને હવે બહુહેતુક, પ્રવાહી, ગેસ અને ક્રાયોજેનિક સામગ્રી સહિત વિવિધ પ્રકારના કાર્ગોને સમાવી શકાશે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2024માં અદાણી પોર્ટ એન્ડ સેઝે ભારતના કુલ કાર્ગોના આશરે 27 ટકા અને કન્ટેનર કાર્ગોના 44 ટકાનું સંચાલન કર્યું હતું. વર્ષ 2024 માટે કંપનીનો દાવો છે કે, એકલું મુંદરા પોર્ટ 200 મેટ્રિક ટન કાર્ગો વોલ્યુમના આંકને પાર કરવા સજ્જ છે. અદાણી ગ્રૂપ મુંદરામાં વિશ્વનું સૌથી મોટું રિન્યૂએબલ એનર્જી મેન્યુફેક્ચારિંગ હબ બનાવવાની પણ યોજના ધરાવે છે, જેમાં પોલિસિલિકોન, ઇંગોટ્સ, વેફર્સ, સેલ, સોલાર મોડયુલ અને વિન્ડ ટર્બાઇન સહિત ગ્રીન એનર્જી ઉત્પાદન માટે જરૂરી લગભગ તમામ વસ્તુઓના ઉત્પાદન એકમો પણ હશે.

- Advertisement -
Share This Article