Overdraft Linked Home Loan: હોમ લોન પર વ્યાજમાં મોટી બચત કરવાની તક, સમજો ઓવરડ્રાફ્ટ લિંક્ડ હોમ લોનનો ફાયદો અને કામ કરવાની રીત

Arati Parmar
3 Min Read

Overdraft Linked Home Loan: ઘર ખરીદવું દરેક વ્યક્તિ માટે ખૂબ મોટી વાત હોય છે. બીજી તરફ વધતી પ્રોપર્ટી કિંમતોને કારણે આજના સમયમાં ઘણા લોકો બેંકમાંથી હોમ લોન લઈ રહ્યા છે અને પોતાનું ઘર ખરીદી રહ્યા છે. હોમ લોન સાથે ઘણા વર્ષોની EMI પણ સાથે આવે છે. જો તમે પણ બેંકમાંથી હોમ લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે ઓવરડ્રાફ્ટ લિંક્ડ હોમ લોન વિશે જરૂર જાણી લેવું જોઈએ. આ સુવિધાની મદદથી તમે હોમ લોન પર વ્યાજ બચાવી શકો છો. હવે આ ઓવરડ્રાફ્ટ લિંક્ડ હોમ લોન શું છે અને તે કેવી રીતે કામ કરે છે? આજે અમે તમને આના વિશે જ જણાવવાના છીએ. આવો જાણીએ વિગતો.

ઓવરડ્રાફ્ટ લિંક્ડ હોમ લોન

- Advertisement -

ભારતની ઘણી બેંકો હોમ લોન સાથે ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપે છે. તેમાં તમારી હોમ લોન એક સેવિંગ અથવા કરન્ટ એકાઉન્ટ સાથે જોડાયેલી હોય છે. આ ખાતામાં જેટલા વધારાના પૈસા રાખવામાં આવે છે, બેંક તેટલી જ ઓછી રકમ પર હોમ લોનનું વ્યાજ જોડે છે. આનાથી કુલ વ્યાજનો ખર્ચ ઓછો થઈ શકે છે. ઉદાહરણથી સમજીએ.

ધારો કે તમે બેંકમાંથી હોમ લોન લીધી અને અત્યારે તમારી ૫૦ લાખ રૂપિયા બાકી છે અને તમારા ઓવરડ્રાફ્ટ સાથે જોડાયેલા ખાતામાં ૫ લાખ રૂપિયા જમા છે તો બેંક હોમ લોન પર વ્યાજ ૪૫ લાખ રૂપિયાની રકમ પર લગાવશે. જોકે, આનાથી તમારી EMI તરત ઓછી થતી નથી અને લોનની રકમ એક ઝાટકે ઘટતી નથી પણ કારણ કે વ્યાજ ઓછી રકમ પર લાગે છે, તેથી તમારી EMIનો મોટો હિસ્સો મુદ્દલ ચૂકવવામાં ઉપયોગમાં લેવાય છે. આનાથી લોનની બાકી રકમ ઝડપથી ઓછી થવા લાગે છે.

- Advertisement -

ઓવરડ્રાફ્ટ લિંક્ડ હોમ લોનની ખાસ વાત એ છે કે તેમાં ખાતામાં રાખેલા વધારાના પૈસા જરૂર પડ્યે ઉપાડી પણ શકાય છે. તમારા પૈસા જરૂરિયાતના સમયે પણ ઉપલબ્ધ રહે છે અને જ્યાં સુધી ખાતામાં રહે છે, ત્યાં સુધી વ્યાજ બચાવવામાં મદદ કરે છે.

આ સુવિધા તે લોકો માટે વધુ ખૂબ લાભદાયક છે જેમના ખાતામાં સમયાંતરે વધારાના પૈસા આવતા રહે છે જેમ કે વાર્ષિક બોનસ મેળવતા કર્મચારીઓ, ફ્રીલાન્સર, બિઝનેસ કરતા લોકો અથવા જેમની પાસે હંમેશા ઈમરજન્સી ફંડ ઉપલબ્ધ રહે છે. આવા લોકો પોતાના વધારાના પૈસાને ઓવરડ્રાફ્ટ ખાતામાં રાખીને વ્યાજની બચત કરી શકે છે.

- Advertisement -
Share This Article