Bank FD Interest Rates: સુરક્ષિત રોકાણ સાથે સારું રિટર્ન, જાણો 3 બેંકોના FD વ્યાજદર

Arati Parmar
3 Min Read

Bank FD Interest Rates: જો તમે તમારી બચતને કોઈપણ જોખમ વિના સુરક્ષિત રોકાણ વિકલ્પમાં રોકાણ કરવા માંગતા હો, તો તમારા માટે બેંક FD શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. FDમાં પૈસાનું રોકાણ સુરક્ષિત રહે છે. સાથે જ મળતું રિટર્ન પણ પહેલેથી જ ફિક્સ્ડ હોય છે. આવી સ્થિતિમાં લોકો માટે પોતાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા સરળ બની શકે છે.

જો તમે પણ FD રોકાણકાર છો તો પહેલા તમારે દેશની અલગ અલગ બેંકોની FDના વ્યાજદર વિશે ચોક્કસ જાણકારી મેળવી લેવી જોઈએ, ત્યારબાદ તમારે એવી FDમાં રોકાણ કરવું જોઈએ, જેના વ્યાજદર વધુ હોય. આજે અમે તમને એવી બેંકોની FD વિશે જણાવવાના છીએ, જ્યાં તમે રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકો છો. ચાલો જાણીએ ડિટેલ્સ.

- Advertisement -

DCB બેંક FD

DCB બેંક પોતાના ગ્રાહકોને પોતાની FD પર ખૂબ સારા વ્યાજદરથી રિટર્ન ઓફર કરી રહી છે. સામાન્ય ગ્રાહકો માટે DCB બેંકની FDના વ્યાજદર 3.75 ટકાથી 7.50 ટકા સુધી છે. અલગ અલગ અવધિ પ્રમાણે FDના વ્યાજદર કંઈક આ પ્રકારના છે-

12થી 15 મહિના- 6.90 ટકા

- Advertisement -

15થી 16 મહિના- 7.10 ટકા

24થી 25 મહિના- 7.50 ટકા

- Advertisement -

34થી 35 મહિના- 7.50 ટકા

60થી 61 મહિના- 7.50 ટકા

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા FD

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પણ પોતાના ગ્રાહકોને પોતાની FD પર ખૂબ સારા વ્યાજદરથી રિટર્ન ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકો માટે આ બેંકની FDના વ્યાજદર 2.70 ટકાથી 6.55 ટકા સુધી છે. અલગ અલગ અવધિ પ્રમાણે વ્યાજદર કંઈક આ પ્રકારના છે-

7થી 14 દિવસ- 2.70 ટકા

91થી 120 દિવસ- 4.30 ટકા

181થી 270 દિવસ- 5.40 ટકા

1 વર્ષથી 399 દિવસ- 6.20 ટકા

400 દિવસ- 6.25 ટકા

444 દિવસ- 6.50 ટકા

555 દિવસ- 6.55 ટકા

998 દિવસથી 3 વર્ષ- 6.10 ટકા

3 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધી- 6 ટકા

ઇન્ડિયન બેંક FD

ઇન્ડિયન બેંક પણ પોતાના ગ્રાહકોને પોતાની FD પર ખૂબ સારા વ્યાજદરથી રિટર્ન ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકો માટે બેંકની FDના વ્યાજદર 2.80 ટકાથી 6.60 ટકા સુધી છે. અલગ અલગ અવધિ પ્રમાણે વ્યાજદર કંઈક આ પ્રકારના છે-

1 વર્ષ- 6.10 ટકા

2 વર્ષ- 6.15 ટકા

3 વર્ષ- 6.05 ટકા

5 વર્ષ- 6 ટકા

300 દિવસ- 6.20 ટકા

555 દિવસ- 6.65 ટકા

777 દિવસ- 6.60 ટકા

Share This Article