By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: PF Account Holders: PF ખાતાધારકોને મોટી રાહત, ટ્રાન્સફર પ્રક્રિયા સરળ, વેરાપાત્ર વ્યાજ હવે સ્પષ્ટ રીતે દર્શાવાશે
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Business > PF Account Holders: PF ખાતાધારકોને મોટી રાહત, ટ્રાન્સફર પ્રક્રિયા સરળ, વેરાપાત્ર વ્યાજ હવે સ્પષ્ટ રીતે દર્શાવાશે
Business

PF Account Holders: PF ખાતાધારકોને મોટી રાહત, ટ્રાન્સફર પ્રક્રિયા સરળ, વેરાપાત્ર વ્યાજ હવે સ્પષ્ટ રીતે દર્શાવાશે

Arati Parmar
Last updated: May 4, 2025 6:00 am
By Arati Parmar
5 Min Read
Share
PF Account Holders
SHARE

PF Account Holders: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને તેના સભ્ય માટેના ફોર્મ નંબર 13માં સુધારો કર્યો છે. જેમાં એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાતી વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડનું ખાતું એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવવાની વિધિ અત્યંત સરળ બની જશે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ સુધારેલા આ ફોર્મને કારણે પ્રોવિડન્ટ ફંડનો વેરાપાત્ર વ્યાજનો હિસ્સો અને બિનવેરાપાત્ર વ્યાજનો હિસ્સો અલગથી જોઈ શકાશે. હવે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરી કંપનીઓના માલિકોને એક જ સાથે અનેક કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ જનરેટ કરવાની કામગીરીમાં પણ મદદ કરશે. તેને માટે અલગથી આધાર કાર્ડનું સીડિંગ કરાવવું પડશે નહીં. આમ સમગ્ર કાર્યવાહી અત્યંત સરળ બની જશે. આ નવી વ્યવસ્થાનો દેશના અંદાજે 1.25 કરોડ પ્રોવિડન્ટ ફંડ ખાતાધારકોનો ફાયદો થશે.

પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની કામગીરીને વધુ સરળ બની 

ફોર્મ નંબર 13 ભરીને નોકરિયાત નોકરી બદલે ત્યારે તેનું પ્રોવિડન્ટ ફંડ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ઝડપથી ટ્રાન્સફર કરાવી શકશે. જૂની સિસ્ટમમાં નોકરિયાતે જૂની અને નવી બંને કંપનીઓ પાસેથી પ્રોવિડન્ટ ફંડની ટ્રાન્સફર માટે મંજૂરી લેવી પડતી હતી. ફોર્મ 13 ભરી દેવાથી જૂની કંપનીમાં જમા પડેલું પ્રોવિડન્ટ ફંડ આપોઆપ જ નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જશે.

હવે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા પડેલી રકમ પર ચૂકવવામાં આવતા વ્યાજની રકમમાંથી વેરાપાત્ર વ્યાજ કેટલું છે અને બિનવેરાપાત્ર વ્યાજ કેટલું છે તે પણ અલગથી દર્શાવશે. પરિણામે ખાતાંધારક માટે વેરાની જવાબદારી અદા કરવી સરળ બની જશે. આ વ્યવસ્થાને પરિણામે વ્યાજની રકમ પર ટીડીએસ કેટલો કરવો તે પણ સરળતાથી ગણી શકાશે. ભવિષ્યમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ ન થાય તેવી આ વ્યવસ્થા હોવાનું એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીના સૂત્રોનું કહેવું છે.

આ સાથે જ પ્રોવિડન્ટ ફંડના ખાતાને સેટલ કરી આપવાની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવી દેવામાં આવી છે. નોકરીમાંથી નિવૃા થયા બાદ પોતાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટને ઝડપથી સેટલ કરી દેવાની અને પ્રોવિડન્ટ ફંડની રકમ પોતાના ખાતામાં લઈ લેવા માગનારાઓને તેનાથી ખાસ્સો લાભ થશે.

બલ્કમાં એટલે કે એક સાથે અનેક કર્મચારીઓના યુનિફાઈડ એકાઉન્ટ નંબર પણ નવું ફોર્મ 13 ભરીને જનરેટ કરી શકાશે. પ્રોવિડન્ટ ફંડના સભ્ય અને તેમાંય ખાસ કરીને એક્ઝમ્પ્ટેડ પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટોએ ઈપીએફઓમાં જોડાઈ જવું પડશે અથવા તો પછી તેમને મળતી માફી પાછી ખેંચી લેવી પડશે. તેમ જ અર્ધન્યાયિક કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા કેસોમાં પણ ઇપીએફોમાં જોડાઈ જવાનો કે વેરામાફીના લાભ જતાં કરવાનો વિકલ્પ મળશે. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓના ડેટા-વિગતોને આધારે એક સાથે અનેક કર્મચારીઓના યુનિફાઈડ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકશે. તેને માટે આધાર કાર્ડ પણ તત્કાળ આપવો પડશે નહીં. જોકે આધાર કાર્ડનું સીડિંગ કે અપલોડ કરવાની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી યુનિફાઈડ એકાઉન્ટ નંબરને ફ્રોઝન રાખવામાં આવશે.

પ્રોવિડન્ટ ફંડનું કયું વ્યાજ વેરા પાત્ર ગણાશે

•પગારની રકમ પર સંપૂર્ણ વેરો ચૂકવી દીધા બાદ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવવામાં આવતી રકમ પર મળતા વ્યાજની આવક પર કોઈ જ વેરો લેવામાં આવશે નહિ.

•કંપનીના માલિક પગારની આવકના ૧૨ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડના ફાળા તરીકે જમા કરાવે તો તે રકમ પરની વ્યાજની આવક વેરાપાત્ર બનશે નહીં.

•કંપનીના માલિક દ્વારા પ્રોવિડંટ ફંડમાં વરસ દરમિયાન આપવામાં આવતા ફાળાની રકમ 2.5 લાખ રૂપિયાથી વધી જાય તો તે વધારાની રકમ પર થતી વ્યાજની આવક પર વેરો લાગશે.

•જો કંપનીના માલિકનો હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા ન થતો હોય તો તેવા કિસ્સામાં વાર્ષિક વ્યાજની આવક ૫ લાખ રૂપિયાથી વધી જાય તો તે વધારાની વ્યાજની આવક પર આવકવેરો લાગે છે. 2021-22ના વર્ષમાં નવા દાખલ કરવામાં આવેલા નિયમ હેઠળ પ્રોવિડન્ટ ફંડના ખાતામાં વરસે 5 લાખ રૂપિયાથી વધારેની વ્યાજની જમા થતી રકમ આવકવેરાને પાત્ર બને છે.

•પાંચ વર્ષની નોકરી પછી પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપાડ કરવામાં આવે તો તે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ રકમ વેરામુક્ત ગણાય છે.

•પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા પડેલી રકમનો પાંચ વર્ષ પહેલા ઉપાડ કરવામાં આવે તો તેવા સંજોગોમાં કંપનીના માલિક દ્વારા આપવામાં આવેલા ફાળાની રકમ અને તેના પર મળેલા વ્યાજની રકમ આવકવેરાને પાત્ર બની જાય છે. આવકવેરાની કલમ 80 સી હેઠળ મેળવેલો લાભ પણ આ પ્રકારના કિસ્સાઓમાં પાછો ખેંચાઈ જશે અને કંપનીના માલિકે જમા કરેલી રકમ અને તેના પર મળેલા વ્યાજની રકમ વેરાને પાત્ર બનશે.

- Advertisement -
Stock Market Closing Bell: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય શેરબજારનો સ્થિર પ્રતિસાદ
વોટ્સએપ ટિપ્સ અને યુક્તિઓ જાણો:
અમેરિકાના ટેરિફ વધારાથી ભારત, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ સૌથી વધુ પ્રભાવિત થશે: S&P
Global commodity prices 2026 forecast: વિશ્વ બેંકનો અહેવાલ: 2026માં વૈશ્વિક કોમોડિટી ભાવ છ વર્ષના તળીયે, તેલ-ખાદ્ય પદાર્થોમાં ઘટાડાનો અંદાજ
US debt rise 1 trillion in 48 days: અમેરિકાનું આર્થિક સંકટ: ફક્ત 48 દિવસમાં દેવું 1 ટ્રિલિયન ડોલરથી વધ્યું, ખર્ચ WWII જેટલો
TAGGED:PF Account Holders
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

Gold Price Today
NationalBusiness

સોનું ૮૯,૦૦૦ રૂપિયાના રેકોર્ડ સ્તરને પાર, ચાંદી ૨,૦૦૦ રૂપિયા વધીને ચાર મહિનાની ટોચ પર

2 Min Read
Women invest more in Mutual Funds
Business

Women invest more in Mutual Funds: મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડમાં આગળ, પુરુષોની તુલનાએ વધુ રોકાણ

2 Min Read
Non-Life Premium Growth Drops
Business

Non-Life Premium Growth Drops: બિન-જીવન વીમામાં પ્રીમિયમ વૃદ્ધિમાં 3 વર્ષમાં સૌથી ન્યૂનતમ વધારો

1 Min Read

ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં છ સત્રની એકધારી તેજીને બ્રેક વાગી હતી. વિશ્ર્વબજારના

1 Min Read
5vkgdbmt
Business

Diwali credit card spending survey 2025: દિવાળીએ ૪૨% લોકોએ ક્રેડિટ કાર્ડથી ૫૦ હજારથી વધુ ખર્ચ કર્યો, સૌથી વધુ ખર્ચ ઘરેલું ઉપકરણો અને ગેજેટ્સ પર

3 Min Read
Budget 2025 Income Tax Relief for Taxpayers 2 1
Business

Budget 2025: Income Tax ભરનારાઓ માટે ખુશખબર, જાણો મોટું કારણ

1 Min Read
India-UK
BusinessNational

India-UK: ભારત-યુકે વેપાર કરાર 24 જુલાઈએ હસ્તાક્ષર થશે, ગોયલ પીએમ મોદી સાથે હાજર રહેશે

1 Min Read
2s051epd
Business

LG Electronics India IPO: એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા IPOએ રેકોર્ડ તોડ્યો, 4 લાખ કરોડથી વધુ બીડ સાથે બન્યો ભારતનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ્ડ ઈશ્યૂ

1 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?