PPF 5th Date Rule: તમારો પગાર ક્યારે આવે છે એ ભૂલી જાઓ: PPF માં વ્યાજ મેળવવું છે? તો મહિનાની ૫ તારીખ યાદ રાખો! ટ્રિપલ-ઈ સ્કીમમાં વધુ વ્યાજ મેળવવાની સ્માર્ટ ટ્રીક

Arati Parmar
2 Min Read
PPF 5th Date Rule: પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ભારતની લોકપ્રિય રોકાણ યોજના છે. લોકો વર્ષો સુધી PPFમાં રોકાણ કરે છે, પરંતુ મોટાભાગના લોકોને વધુ વ્યાજ મેળવવા માટેના એક ખાસ નિયમ વિશે ખબર નથી. આને ‘5 તારીખનો નિયમ’ કહેવામાં આવે છે. જે લોકો આ ગોલ્ડન રૂલને અનુસરીને આ સરકારી યોજનામાં પૈસા મૂકે છે, તેમને અન્ય લોકો કરતાં વધુ વ્યાજ મળે છે. આ નિયમ શું છે અને કેવી રીતે કામ કરે છે, તે આજે તમને વિગતે સમજાવશું.
PPFમાં દર મહિને જમા થતું વ્યાજ મહિનાની 5 તારીખે તમારા ખાતામાં રહેલા બેલેન્સના આધારે નક્કી થાય છે. તેનો અર્થ એ છે કે, જો તમે 5 તારીખ પહેલા પૈસા જમા કરાવ્યા હોય તો તમને આખા મહિના માટેનું વ્યાજ મળશે. જો તમે 5 તારીખ પછી પૈસા જમા કરાવ્યા હોય તો તે મહિના માટેનું વ્યાજ ચૂકી જશો… એટલે કે નુકસાન. તમે દર મહિને PPF માં 10-12 હજાર જમા કરો છો. જો આ રકમ 5 તારીખ પછી જાય છે, તો તે મહિના માટેનું વ્યાજ ગયું. અને આ 15 વર્ષ સુધી ચાલે તો તમને ઓછામાં ઓછા એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શકે છે.

લોકો ક્યાં ભૂલ કરે છે?

મોટાભાગના લોકો દર મહિને 10 તારીખ, 15 તારીખ અથવા પગાર મળ્યા પછી પૈસા મૂકે છે. તેમને લાગે છે કે પૈસા તો જમા થઈ રહ્યા છે. વ્યાજ પણ મળી જ જશે. પરંતુ PPFની સિસ્ટમ અલગ છે. તેની ટાઈમિંગ ખોટી હોય તો દર મહિને થોડું વ્યાજ કપાઈ જાય છે.

ટ્રિપલ-ઈ કેટેગરીની સ્કીમ છે PPF

PPF એક લાંબા ગાળાની બચત યોજના છે જે ભારત સરકાર ચલાવે છે. તેમાં તમે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેનો લોક-ઇન પિરિયડ 15 વર્ષનો હોય છે એટલે કે, આ અવધિ પછી જ તમે બધા પૈસા કાઢી શકો છો.
Share This Article