SBI FD Interest Rates: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પોતાના ગ્રાહકોને FD એકાઉન્ટ પર શાનદાર વ્યાજ આપી રહી છે. આ વર્ષે RBI દ્વારા રેપો રેટ ઘટાડવાના કારણે દેશની તમામ બેંકોએ પણ FDના વ્યાજ દરો ઘટાડ્યા હતા. એવામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પણ એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો.
જોકે, વ્યાજ દરોમાં ઘટાડો કરવા છતાં SBIની એફડી સ્કીમ્સ પર આકર્ષક રિટર્ન મળી રહ્યું છે. અહીં અમે આપને SBIની એક એવી FD સ્કીમ વિશે જણાવીશું, જેમાં માત્ર 1 લાખ રૂપિયા જમા કરવાથી ગેરંટી સાથે 41,826 રૂપિયાનું ફિક્સ વ્યાજ મળી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની મુદત માટે FD એકાઉન્ટ ખોલાવી શકાય છે. SBI હાલમાં FD પર 3.05%થી લઈને 7.10% સુધીનું વ્યાજ આપે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક 444 દિવસની “અમૃત વૃષ્ટિ” સ્પેશિયલ FD સ્કીમ પર સામાન્ય નાગરિકોને સૌથી વધારે 6.60% અને સિનિયર સિટીઝનને સૌથી વધારે 7.10% વ્યાજ આપી રહી છે. SBI 5 વર્ષની એફડી સ્કીમ પર સામાન્ય નાગરિકોને 6.05 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે 5 વર્ષની એફડી પર સિનિયર સિટીઝનને 7.05 ટકા રિટર્ન આપી રહી છે.
જો તમે એક સામાન્ય નાગરિક છો એટલે કે તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે અને તમે SBIમાં 5 વર્ષની એફડીમાં 1 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને મેચ્યોરિટી પર કુલ 1,35,018 રૂપિયા મળશે. તેમાં તમારા વ્યાજના ફિક્સ 35,018 રૂપિયા પણ સામેલ છે.
એવી જ રીતે જો તમે સિનિયર સિટીઝનનો છો એટલે કે તમારી ઉંમર 60 વર્ષ અથવા તેનાથી વધારે છે અને તમે SBIમાં 5 વર્ષની એફડીમાં 1 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને મેચ્યોરિટી પર કુલ 1,41,826 રૂપિયા મળશે. આમાં તમારા વ્યાજના ફિક્સ 41,826 રૂપિયા પણ સામેલ છે.

