મુંબઈ, તા. 2 : અમેરિકાના નબળા આંકડાથી વૈશ્વિક વેચવાલીને પગલે ઘરઆંગણે મેટલ, ઓટો, આઈટી શેરોમાં નફારૂપ વેચાવલીથી સતત પાંચ સત્રમાં તેજી બાદ સપ્તાહના અંતિમ સત્રમાં શેરોમાં પીછેહઠના પગલે જોવા મળી હતી. સેન્સેક્સ 885.60 અંક (1.08 ટકા) ઘટીને 80,981.95 અંક ઉપર અને નિફ્ટી 293.20 અંક (1.17 ટકા) ઘટીને 24,717.70 અંક ઉપર બંધ રહ્યા હતા. બેન્ક નિફટી 213.85 અંક (0.41 ટકા) ઘટીને 51,350.15 અંક ઉપર બંધ રહ્યો હતો. આજના ધબડકાથી માર્કેટ કેપમાં 4.46 લાખ કરોડનું ગાબડું પડયું હતું.

છેલ્લાં પાંચ સત્રની તેજી દરમ્યાન સેન્સેક્સે એક તબક્કે 82,000ની અને નિફ્ટીએ 25,000ની મનોવૈજ્ઞાનિક સપાટી કૂદાવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે, ઊંચા વેલ્યુએશનને કારણે બજારમાં કોન્સોલિડેશન ચાલુ થયું છે આમ છતાં હેવીવેઇટ શેરો વધવા તરફી રહેશે. બજારનું સેન્ટિમેન્ટ નકારાત્મક બનવાને કારણે લગભગ 1421 શેરો વધ્યા હતા, 1968 શેરો ઘટયા હતા જ્યારે 84 શેર સ્થિર રહ્યા હતા. બીએસઈમાં ઇન્ફોએજ ઇન્ડિયા, ટોરન્ટ ફાર્મા, તાતા પાવર, ન્યુલેન્ડ લેબોરેટરીઝ, એસજેએસ એન્ટરપ્રાઇઝ, ઝોમેટો, જીએચસીએલ, પીસીબીએલ, કિંગ્ફા સાયન્સ, સંધાર ટેક્નોલોજી, બ્લેક બોક્સ, સોલારા એક્ટિવ ફાર્મા, સુઝલોન, ઓરિયેન્ટ સિમેન્ટ, ધાનુકા એગ્રીટેક, રોઝારી બાયોટેક, જ્યુબિલન્ટ ઇનગ્રેવિયા, હિમાદ્રિ સ્પેશિયાલિટી, કેપ્લિન પોઇન્ટ, બિકાજી ફૂડઝ, ટીસીપીએલ પેકેજિંગ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, નઝારા ટેક્નોલોજી, ટીટીકે પ્રેસ્ટિજ, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, મિંડા કોર્પોરેશન, ડિવિઝ લેબોરેટરીઝ, અજન્ટા ફાર્મા, આઈએફબી ઇન્ડસ્ટ્રીઝ, એકઝોનોબેલ, ઓરોબિંદો ફાર્મા, પેજ ઇન્ડસ્ટ્રીઝ, મેટ્રીમોનીડોટકોમ, જીલેટ, હિન્દુસ્તાન ઓઇલ, મુથુટ ફાઇનાન્સ, મયૂર યુનિક્વોટર્સ, વેલસ્પન એન્ટરપ્રાઇઝ, સન્સેરા એન્જિનિયરિંગ વગેરે શેરના ભાવ બાવન સપ્તાહની ઊંચાઈએ હતા.

