SpaceX Moon Mission 2026: આગામી 10 વર્ષમાં ચંદ્ર પર વસશે માનવ વસ્તી! મસ્કની કંપની સ્પેસએક્સનો માસ્ટર પ્લાન, જાણો કેટલો થશે ખર્ચ?

Arati Parmar
3 Min Read

SpaceX Moon Mission 2026: નવી દિલ્હી: આગામી 10 વર્ષની અંદર ચંદ્ર પર માનવ વસ્તી તૈયાર થઈ જશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) એ આ માટે એક વિશેષ પ્લાન તૈયાર કર્યો છે. મસ્કે જણાવ્યું કે, કંપનીએ હાલમાં મંગળ ગ્રહ પર માણસોને મોકલવાનું તેનું જૂનું સપનું મોકૂફ રાખ્યું છે અને હવે તેમનું સંપૂર્ણ ધ્યાન ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવા પર છે.

મસ્કનો ચંદ્ર પર વસાહત સ્થાપવાનો પ્લાન

- Advertisement -

સ્પેસએક્સ માટે આ એક વ્યૂહાત્મક ફેરફાર છે. સ્પેસએક્સ હવે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) માટે મુખ્ય કોન્ટ્રાક્ટર બની ગઈ છે. મસ્કે ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું:

“જે લોકો નથી જાણતા તેમને જણાવી દઉં કે, સ્પેસએક્સ હવે ચંદ્ર પર એક એવું શહેર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જે પોતાની મેળે વિકસતું રહે. આપણે આ લક્ષ્ય 10 વર્ષથી ઓછા સમયમાં હાંસલ કરી શકીએ છીએ, જ્યારે મંગળ ગ્રહ પર આ કામમાં 20 વર્ષથી વધુ સમય લાગશે.”

- Advertisement -

મંગળનો પ્લાન કેમ ટાળ્યો?

મસ્કે આ ફેરફાર પાછળ લોજિસ્ટિક્સ (સામાન અને વ્યવસ્થા પહોંચાડવી) ની મુશ્કેલીઓ ગણાવી છે. મંગળ પર જવાની તક દર 26 મહિને જ મળે છે જ્યારે ગ્રહો એક સીધી રેખામાં આવે છે. તેની સરખામણીએ દર 10 દિવસે ચંદ્ર પર લોન્ચિંગ કરી શકાય છે. જોકે, મંગળ મિશન હજુ પણ કંપનીના લોન્ગ ટર્મ વિઝનનો ભાગ છે જ.

- Advertisement -

ચંદ્ર પર ફરી કેમ ફોકસ વધ્યું?

ચંદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું બીજું કારણ ટ્રમ્પ વહીવટીતંત્રની સ્પેસ પોલિસી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈચ્છા વ્યક્ત કરી છે કે 2028 સુધીમાં અમેરિકનો ચંદ્ર પર હોય. આ નાસાના આર્ટેમિસ (Artemis) પ્રોગ્રામનો ભાગ છે, જેમાં સ્પેસએક્સ મુખ્ય ભાગીદાર છે. નાસાની યોજના 2027 ના મધ્ય સુધીમાં અંતરિક્ષ મુસાફરોને ફરીથી ચંદ્રની સપાટી પર મોકલવાની છે.

ચંદ્ર પર પહોંચવું કેટલું મોંઘું?

ચંદ્ર મિશન અત્યંત ખર્ચાળ છે:

સરકારી ખર્ચ: સરકારી સ્પેસ કંપનીઓને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવા માટે જ 100 અબજ ડોલરથી વધુનો ખર્ચ થઈ શકે છે.

પ્રાઈવેટ સીટ: જો કોઈ ખાનગી કંપની મુસાફરોને લઈ જાય, તો પ્રતિ સીટ ખર્ચ 100 મિલિયનથી 750 મિલિયન ડોલરની વચ્ચે હોઈ શકે છે.

ઐતિહાસિક તુલના: 1969 માં એપોલો 11 મિશનનો ખર્ચ તે સમયે 350 મિલિયન ડોલર હતો, જે આજના મૂલ્ય મુજબ અંદાજે 250 અબજ ડોલર બરાબર થાય છે.

Share This Article