સુરતના હીરાના વેપારીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળની પોલીસે સાયબર ફ્રોડની શંકાના આધારે સુરતની 50 ડાયમંડ કંપનીઓના રૂ. 500 કરોડના બેંક ખાતા જપ્ત કર્યા છે. વેપારીઓનો આરોપ છે કે આ રાજ્યોની પોલીસ ખાતા ખોલવા માટે લાંચ માંગી રહી છે.

સુરતના હીરાના વેપારીઓ આ મુદ્દે ખૂબ જ ચિંતિત છે. તેઓ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને આ સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની માંગણી કરી હતી. વેપારીઓનું કહેવું છે કે તેમના ખાતામાં કોઈ શંકાસ્પદ વ્યવહારો થયા નથી અને પોલીસ દ્વારા કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે.
આઈડીઆઈના ચેરમેન દિનેશ નાવડિયાએ આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર મામલે પૈસા પડાવવાનું ષડયંત્ર હોઈ શકે છે. નાવડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવો જોઈએ.

