સુરતઃ હવે સંસદમાં વેપારીઓનો અવાજ ગુંજશે

Reena Brahmbhatt
2 Min Read

GSTની સાથે, MSME અને FSSAIના મુદ્દાઓ પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જવાની અપેક્ષા છે.

લોકસભા ચૂંટણી-2024ની પૂર્ણાહુતિ સાથે ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. આ ચૂંટણીમાં ટ્રેડ બોડી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહામંત્રી ડો
પ્રવીણ ખંડેલવાલને દિલ્હીના ચાંદની ચોક સંસદીય ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમની ભવ્ય જીતથી ગુજરાતના વેપારીઓમાં આનંદ છે.

- Advertisement -

CAIT

CATના ગુજરાત ચેપ્ટરના વડા પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે ચાંદની ચોક માટે પ્રવીણ ખંડેલવાલને ઉમેદવાર તરીકે પસંદ કરવા બદલ ગુજરાતના વેપારીઓ વડાપ્રધાનનો આભાર માને છે. CATના રાષ્ટ્રીય મહાસચિવ અને ભારતીય જનતા પાર્ટીના ચાંદની ચોકના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે પ્રચંડ બહુમતી સાથે હાઈપ્રોફાઈલ સીટ જીતી લીધી છે.

- Advertisement -

ચાંદની ચોકમાં 10 વિધાનસભા ક્ષેત્ર છે, જેમાં 8 ધારાસભ્યો AAP પાર્ટીના છે. જ્યારે એક ધારાસભ્ય કોંગ્રેસના અને એક ધારાસભ્ય ભાજપના છે. AAP અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનના કારણે આ સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર જય પ્રકાશ અગ્રવાલ મેદાનમાં હતા. જય પ્રકાશ અગ્રવાલ 3 વખત સાંસદ રહી ચૂક્યા છે. જ્યારે 4 જૂને ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે જય પ્રકાશ અગ્રવાલને 427171 અને પ્રવીણ ખંડેલવાલને 516496 મત મળ્યા હતા. જેના કારણે પ્રવીણભાઈ ખંડેલવાલ ચાંદની ચોક બેઠક પરથી 89325 મતોની લીડથી જીત્યા હતા. તેમણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બિઝનેસ લીડર પ્રવીણ ખંડેલવાલની જીતથી ગુજરાતના વેપારીઓમાં ખુશી ફેલાઈ છે. અમે આશા રાખીએ છીએ કે GSTની સાથે MSME અને FSSAIના મુદ્દા પણ જલ્દી ઉકેલાઈ જશે.

- Advertisement -
Share This Article