TCS layoffs: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) નાણાકીય વર્ષ 2026 માં તેના કર્મચારીઓમાં 2 ટકાનો ઘટાડો કરશે. એવું માનવામાં આવે છે કે 12,000 થી વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવશે. આ છટણી મુખ્યત્વે મધ્યમ અને વરિષ્ઠ મેનેજમેન્ટને અસર કરશે.
કંપનીએ કહ્યું કે તે કર્મચારીઓને નવા બજારોમાં પ્રવેશવા, નવી ટેકનોલોજીમાં રોકાણ કરવા અને AI લાગુ કરવા માટે ફરીથી તાલીમ અને પુનઃનિયુક્તિ કરી રહી છે, પરંતુ આ પ્રક્રિયા હેઠળ લગભગ 12,200 નોકરીઓ કાપવામાં આવશે. આ ફેરફાર અત્યંત સાવધાની સાથે કરવામાં આવી રહ્યો છે. જેથી ગ્રાહકોને આપવામાં આવતી સેવા પર કોઈ અસર ન પડે.

