Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે સુધારો, ચીન-અમેરિકા ટ્રેડ ડીલનો પ્રભાવ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price Today: કિંમતી ધાતુ બજારમાં આજે નીચા મથાળે ખરીદી નોંધાતા ભાવ વધ્યા હતાં. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ સોનું રૂ. 1221 પ્રતિ 10 ગ્રામના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. શેરબજારમાં આજે પ્રોફિટ બુકિંગ નોંધાતા ઘણા રોકાણકારો બુલિયન માર્કેટ તરફ ડાયવર્ટ થયા હતાં. અમદાવાદમાં આજે સોનું રૂ. 1500 ઉછળી રૂ. 97500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 2500 વધી રૂ. 97500 પ્રતિ કિગ્રા થયો હતો. ગઈકાલે સોનું રૂ. 2500 સસ્તુ થયું હતું. ચાંદીમાં પણ રૂ. 1500નો કડાકો નોંધાયો હતો.

એમસીએક્સ ચાંદી રૂ. 2000 ઉછળી

- Advertisement -

એમસીએક્સ ચાંદીમાં આજે રૂ. 2000 પ્રતિ કિગ્રાનો ઉછાળો નોંધાયો હતો. જે રૂ. 2031 ઉછળી  રૂ. 97375 પ્રતિ કિગ્રાની સપાટીએ પહોંચી હતી. એમસીએક્સ સોનાનો ભાવ 1153 રૂપિયા ઉછળી રૂ. 94054 પ્રતિ 10 ગ્રામ થયો હતો. વૈશ્વિક સ્તરે પણ સોનું 32 ડોલર ઉછળી 3260 પ્રતિ ઔંસની સપાટીએ ક્વોટ થઈ રહ્યું હતું. સિલ્વર પણ સુધારા તરફી ટ્રેડ થઈ રહી હતી. આજે સ્થાનિક સ્તરે રિટેલ સોનાનો ભાવ રૂ. 96500-97500 પ્રતિ 10 ગ્રામની આસપાસ બોલાઈ રહ્યો છે.

યુએસ-ચીન ટ્રેડ ડીલની અસર

જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો નોંધાતા તેમજ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થતાં ગઈકાલે સોના-ચાંદીમાં મંદીનું જોર વધ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનું બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે, ટ્રેડ ડીલ હેઠળ અમેરિકા અને ચીન બંનેએ એકબીજા પર ટેરિફ 115 ટકા સુધી ઘટાડવા સહમતિ દર્શાવી છે.

Share This Article