EPFO mandatory Umang app face authentication : EPFOનો મોટો નિર્ણય: હવે PF માટે ચહેરાની ઓળખ અને નોકરી માટે ઉમંગ એપ ફરજિયાત”

Arati Parmar
By Arati Parmar 4 Min Read

EPFO mandatory Umang app face authentication : એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ઉંમગ મોબાઈલ એપ્લિકેશન ચાલુ કરીને નોકરીમાં લાગતા દરેક કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ નંબર શરૂ કરાવવા માટે ચહેરાની ઓળખ ફરજિયાત બનાવવાની સિસ્ટમ 15 ઓગસ્ટ, 2025થી ફરજિયાત બનાવી દીધી છે. તેના માટે આધારકાર્ડ આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સરકારે ચાલુ કરેલી નવી ઉમંગ એપમાં જઈને નવા કર્મચારી કે શ્રમિકોના નામની પ્રોવિડન્ટ ફંડ કચેરીના સભ્ય તરીકે નોંધણી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ રીતે પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ ધરાવનારા દરેક ખાતેદારની ફોટો સાથેની ઓળખ ઊભી કરવામાં આવશે.સમય જતાં આ કર્મચારીઓને એમ્પ્લોયી સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના લાભ પણ આ જ વિગતોનો ઉપયોગ કરીને આપવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.

ચહેરાની ઈમેજ પર મૂંઝવણ

- Advertisement -

પ્રોવિડન્ટ ફંડના દરેક નવા એકાઉન્ટ ખોલવા માટે માત્ર ને માત્ર ઉમંગ એપનો જ ઉપયોગ કરવાની નક્કી કરવામાં આવ્યું છે. ઉમંગ એપ પરથી તેમનું એકાઉન્ટ ખોલાવતી વખતે જ તેમનો ફોટો પણ એપ પર લઈ લેવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડમાં રજિસ્ટર થયેલા દરેક કર્મચારીઓને તેના માધ્યમથી ડિજિટલ સર્વિસ આપવાનો સરકારનો ઈરાદો છે. હવે ઓગસ્ટ 2025 પહેલા યુનિવર્સલ એકાઉન્ટ નંબર મેળવી લેનારા કર્મચારીઓનો ચહેરાની ઈમેજ રાખવી ફરજિયાત છે કે નહીં તે હજીય સ્પષ્ટ થતું નથી.

અધિકારીઓને તાલીમ આપ્યા વિના એપ ચાલુ કરી દીધી

- Advertisement -

ઉમંગ એપ અંગે પ્રોવિડન્ટ ફંડ કચેરીના અધિકારીઓને પણ તાલીમ આપ્યા વિના એપ ચાલુ કરી દેવામાં આવી હોવાથી તેની સામે નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાતોરાત આ સિસ્ટમનો અમલ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એપ અભણ કે ભણેલા કર્મચારીઓને ડાઉનલોડ કરીને તેના પર રજિસ્ટ્રેશન કરાવવાનું ન ફાવે તેવી પણ શક્યતા રહેલી છે. બીજું, પ્રોવિડન્ટ ફંડ માટે રજિસ્ટ્રેશન લેનારાઓ ભણેલા નથી. તેમને ઉમંગ એપ ચલાવતા નથી આવડતી. તેમ જ તેમની પાસેના ફોન નંબર સમયે સમયે બદલાઈ જતાં હોવાનું બને છે. આમ તેમને ફોન નંબર બદલાય ત્યારે તેઓ યુએએન નંબર સાથે તેને લિન્ક નહીં કરાવે તો સમય જતાં તેમને પ્રોવિડન્ટ ફંડના નાણાં મેળવવામાં તકલીફ પડી શકે છે.

લેબર લૉ એડવાઈઝર અને એમ્પ્લોયર્સ એસોસિયેશને પતાની રજૂઆતમાં કહ્યું હતું કે, ગરીબ કર્મચારીઓ પાસે UANમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી સ્માર્ટ ફોન પણ નથી. તેમણે રજિસ્ટ્રેશન કરાવવા માટે બીજા પર નિર્ભર રહેવું પડશે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટની વ્યવસ્થિત સુવિધા નહીં હોય તો તેમના ઓનલાઈન કે ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવશે તે પણ એક સમસ્યા જ છે. ભારતમાં આજની તારીખે પણ ડિજિટલ શિક્ષણ ઓછું છે. તેથી પણ ઉમંગ એપ મારફતે પ્રોવિડન્ટ ફૂડમાં રજિસ્ટ્રેશન કરાવવું સંખ્યાબંધ લોકો માટે કઠિન બનશે.

- Advertisement -

ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવામાં કઈ તકલીફો પડશે

મોબાઈલ આધારકાર્ડ સાથે લિન્ક થયેલો નહીં હોય તો ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવું તકલીફ દાયક બની જશે.
ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અન્ય કેટલીક એપ પણ ડાઉનલોડ કરવી પડશે.
ઈન્ટરનેટની અવિરત સેવા તમામ વિસ્તારમાં મળતી હોવી પણ જરૂરી બનશે.
ઉમંગ એપમાં ટ્રાફિક વધી જાય ત્યારે કનેક્ટિવિટી નથી મળતી. ઓટીપી મેળવવામાં મુશ્કેલી પડે છે.
કોઈપણ જાતની ટેક્નિકલ ભૂલ વિના સફળ રજિસ્ટ્રેશન કરાવવું કઠિન છે.
ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવી શકનારા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડના લાભથી વંચિત થઈ શકે છે.
કર્મચારીએ પોતે જ નહીં, કંપનીના માલિકના માધ્યમથી તેમનું રજિસ્ટ્રેશન કરાવવાની સિસ્ટમ લાવવી જરૂરી.
ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે કોમન સર્વિસ સેન્ટર ચાલુ થવા જરૂરી છે.
ઇપીએફઓમાં હેલ્પ ડેસ્ક ચાલુ કરવું જરુરી છે.
કર્મચારીઓમાં ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા અંગે જાગૃતિ લાવવી જરૂરી છે.

Share This Article