RBI Cheque Truncation System: હવે કલાકોમાં ક્લિયર થશે ચેક, RBIની નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

RBI Cheque Truncation System: જો તમે ક્યારેક બેંકમાં ચેક જમા કરાવ્યો હશે તો તમને ખબર હશે કે, તેને ક્લિયર થવામાં ઘણીવાર 2 દિવસ લાગે છે. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવવાનો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) 4 ઓક્ટોબર, 2025થી ચેક ક્લિયરિંગની એક નવી સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે, જેમાં તમારો ચેક ગણતરીના કલાકોમાં ક્લિયર થઈ જશે.

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

- Advertisement -

RBIએ કહ્યું કે, હાલની ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ હવે બેચ પ્રક્રિયામાંથી હટાવાશે અને તે “Continuous Clearing and Settlement on Realization” સિસ્ટમમાં બદલાઈ જશે. આનો અર્થ એ છે કે બેંકમાં ચેક જમા કરાવતાની સાથે જ તેની સ્કેન કરેલી નકલ તરત જ ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે અને પછી ચુકવણી કરતી બેંકમાં મોકલવામાં આવશે. ત્યાંથી, બેંકે નિર્ધારિત સમયની અંદર ચેકને મંજૂરી આપવી પડશે અથવા નકારી કાઢવી પડશે.

ગ્રાહકોને થશે મોટો ફાયદો

- Advertisement -

આ સાથે, બેંકમાં ચેક ક્લિયર થવાનો સમય બે દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે. ચેક ક્લિયરિંગ સિસ્ટમને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે.

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

- Advertisement -

પ્રથમ તબક્કો: 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026 સુધી બેંકે ચેક પ્રાપ્ત કર્યા પછી સાંજે 7 વાગ્યા સુધીમાં પુષ્ટિ આપવી પડશે. જો બેંક પુષ્ટિ નહીં આપે, તો ચેક આપમેળે સ્વીકારાયેલ માનવામાં આવશે.
બીજો તબક્કો: 3 જાન્યુઆરી, 2026થી બેંકે ચેક મળ્યાના માત્ર 3 કલાકની અંદર જ ક્લિયર કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે, જો ચેક સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે જમા કરાવવામાં આવે છે, તો તેને બપોરે 2 વાગ્યા સુધીમાં મંજૂર અથવા અસ્વીકાર કરવાનો રહેશે.

પ્રેઝન્ટેશન અને કન્ફર્મેશન સેશન

બધી બેંકો માટે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ચેક પ્રેઝન્ટેશન સેશન હશે, જેમાં ચેક સ્કેન કરીને સતત મોકલવામાં આવશે. કન્ફર્મેશન સેશન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. પહેલા તબક્કામાં, “આઇટમ એક્સપાયરી સમય” સાંજે 7 વાગ્યાનો રહેશે, જ્યારે બીજા તબક્કામાં તે ઘટાડીને ફક્ત 3 કલાકનો કરવામાં આવશે.

Share This Article