આ વખતે પણ પેપરલેસ બજેટની જાહેરાત, આ એપ્લિકેશનથી મળશે દરેક જાણકારી
Thursday, 26 January 2023
કેન્દ્રીય બજેટ 2023-24 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. આ બજેટ ગયા વર્ષની જેમ પેપરલેસ હશે. જે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. નાણામંત્રીનું ભાષણ અને બજેટ 2023ની દરેક જાણકારી યુનિયન બજેટ મોબાઈલ એપ પર ઉપલબ્ધ હશે. સંસદસભ્યો અને સામાન્ય જનતા સરળતાથી બજેટના જરૂરી દસ્તાવેજો મેળવી શકે તે માટે ‘યુનિયન બજેટ મોબાઈલ એપ’ લૉન્ચ કરવામાં આવી હતી. મોબાઈલ એપ અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં છે. જે એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
આ પહેલા પણ રજૂ થઈ ચૂક્યું છે ડિજિટલ ફોર્મેટમાં બજેટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આ પહેલા પણ ડિજિટલ ફોર્મેટમાં બજેટ રજૂ કરી ચૂક્યા છે. પરંતુ આ વર્ષે પહેલીવાર આ માહિતી સીધી એપ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થયા પછી તરત જ આ એપ પર બજેટની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લોકો ડાઉનલોડ કરી શકશે બજેટના દસ્તાવેજો
બજેટ દસ્તાવેજો સામાન્ય લોકો માટે યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પર ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ રહેશે. એપ યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એપ ડાઉનલોડ કરવા માંગો છો, તો તમારે પ્લે સ્ટોરમાં યુનિયન બજેટ સર્ચ કરવું પડશે. જે ઇન્સ્ટોલ કરવાની હોય છે.
આ રીતે ડાઉનલોડ કરો એપ
યુનિયન બજેટ એપ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જો તમારે તેને ડાઉનલોડ કરવી હોય તો https://www.indiabudget.gov.in/ આ વેબસાઈટ ખોલો.
જે બાદ રાઈટ સાઈડ પર ડાઉનલોડ મોબાઈલ એપ્લિકેશનનો વિકલ્પ મળશે.
જેન પર વિકલ્પ પર ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ખુલશે.
જ્યાં એપ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોવ તો ગૂગલ પ્લે સ્ટોર પર ક્લિક કરો.
જો તમે iPhone યુઝર્સ છો તો એપલ એપ સ્ટોરના વિકલ્પ પર ક્લિક કરો.
જેવા તમે વિકલ્પ પર ક્લિક કરશો કે તરત જ તમને સીધા ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર લઈ જવામાં આવશે.
જ્યાં તમને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ મળશે.
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે કેન્દ્ર સરકાર લોકશાહી યોજનાઓ પર ધ્યાન આપી શકે છે. જેમાં મહિલાઓ, ખેડૂતો, ગરીબ વર્ગ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ જાહેરાતો કરી શકાય છે. મહિલાઓ સરકારના ખાસ સમર્થક તરીકે ઉભરી આવી છે, તેથી સરકાર આ વોટ બેંકને સાધવા માટે મહિલાઓ પર કેન્દ્રિત યોજનાઓમાં વધુ રોકાણ કરી શકે છે.
આગામી વર્ષે યોજાશે સામાન્ય ચૂંટણી
આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી અને આ વર્ષે યોજાનારી નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ વર્ષના બજેટમાં વિશેષ પ્રસ્તાવો લાવી શકે છે. આગામી સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર આ વખતે તેનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાશે, તેથી સરકાર પરંપરાનું પાલન કરીને માત્ર આવશ્યક ખર્ચોની અનુમતિ લેવા માટે વચગાળાનું જ બજેટ રજૂ કરશે.
