FD Break vs Loan Against FD: FD તોડવી કે FD પર Loan લેવું? પૈસાની જરૂરિયાતમાં જાણો કયો વિકલ્પ વધુ યોગ્ય

Arati Parmar
3 Min Read

FD Break vs Loan Against FD: FD Premature Withdrawal કે Loan Against FD, યોગ્ય નિર્ણય લેતા પહેલાં જાણો મહત્વની બાબતો

FD Break vs Loan Against FD: બેંક FD માં રોકાણ કરવું આજે પણ લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તેનું સૌથી મોટું કારણ FDમાં પૈસાની સુરક્ષા છે. પરંતુ ઘણી વખત અચાનક પૈસાની જરૂરિયાત ઊભી થાય છે અને ઘણા લોકો આવી સ્થિતિમાં બેંક FD તોડવાનું વિચારે છે. જ્યારે કેટલાક લોકો આવી સ્થિતિમાં FD પર Loan પણ લે છે. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે પૈસાની જરૂરિયાત પડે ત્યારે બેંક FD તોડી દેવી કે પછી FD પર Loan લેવું? આ બંનેમાંથી કયો નિર્ણય યોગ્ય છે, આજે અમે તમને એ વિશે જ જણાવવાના છીએ. ચાલો વિગતે જાણીએ.

- Advertisement -

FD તોડવી કેટલી યોગ્ય?

જો તમે FDને મેચ્યોરિટી પહેલાં તોડો છો, તો બેંક સામાન્ય રીતે નક્કી કરાયેલા વ્યાજ કરતાં ઓછું રિટર્ન આપે છે. ઘણા કિસ્સાઓમાં Premature Withdrawal પર Penalty પણ લાગુ પડે છે. એટલે કે તમને જેટલો લાભ મળવાનો હતો, એટલો મળશે નહીં. ઉપરાંત જો તમને માત્ર થોડા સમય માટે પૈસાની જરૂર હોય, તો FD તોડવી હંમેશા સમજદારીભર્યો નિર્ણય માનવામાં આવતો નથી.

- Advertisement -

જો તમને લાંબા સમય સુધી પૈસાની જરૂર રહેવાની હોય અને Loan પર ચૂકવવાનું વ્યાજ, FD તોડવાથી થતા નુકસાન કરતાં વધુ થઈ રહ્યું હોય, તો આવી સ્થિતિમાં FDને સમય પહેલાં બંધ કરવી વધુ ફાયદાકારક બની શકે છે.

FD પર Loan

- Advertisement -

જો તમને થોડા સમય માટે પૈસાની જરૂર હોય, તો તમે FD પર Loan લઈ શકો છો. લાંબા સમય માટે પૈસાની જરૂર હોય ત્યારે Loan લેવું સમજદારીભર્યો નિર્ણય માનવામાં આવતો નથી. ઉપરાંત જો તમને વિશ્વાસ હોય કે તમે સમયસર Loan ચૂકવી શકો છો, તો પણ FD પર Loan લેવું ફાયદાકારક રહે છે. તેનો સૌથી મોટો લાભ એ છે કે તમારી FD ચાલુ રહે છે અને તેના પર વ્યાજ પણ મળતું રહે છે. સાથે જ જરૂરિયાતના સમયે તમને તરત જ પૈસા પણ મળી જાય છે.

હવે આ બંનેમાંથી કયો વિકલ્પ વધુ સારો છે, તે દરેક વ્યક્તિની પરિસ્થિતિ પ્રમાણે અલગ હોઈ શકે છે. નાણાકીય નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંકા ગાળાની જરૂરિયાત માટે FD તોડવાની જગ્યાએ Personal Loan અથવા FD સામે Loan લેવું વધુ સારો વિકલ્પ બની શકે છે. તેનાથી રોકાણ પણ સુરક્ષિત રહે છે અને વ્યાજનું નુકસાન પણ થતું નથી.

નિર્ણય લેતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો

  • પૈસાની જરૂર કેટલા સમય માટે છે?
  • FD તોડવાથી કેટલું વ્યાજ અને કેટલો દંડ કપાશે?
  • Loan પર કુલ કેટલું વ્યાજ ચૂકવવું પડશે?
  • શું તમે સમયસર Loan ચૂકવી શકશો?
  • તમારી અન્ય બચત અથવા આવકનો શું વિકલ્પ છે?

આ તમામ બાબતોના આધારે યોગ્ય નિર્ણય લેવો જ સમજદારી છે.

Share This Article