US Company news: અમેરિકામાં 188 કંપનીઓ નાદાર, 15 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો, મંદીની આશંકા

Arati Parmar
2 Min Read

US Company news: અમેરિકામાં નાદારીમાં જતી કંપનીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. 2025ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં 188 મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 49% વધુ છે. 2010 પછી એક જ ત્રિમાસિક ગાળામાં નાદારી પામેલ કંપનીઓની આ સૌથી મોટી સંખ્યા છે.

2020ની કોરોના મહામારી દરમિયાન પણ આ સંખ્યા 150ને પાર કરી શકી નથી. આ રીતે મોટી અમેરિકન કંપનીઓના નાદારીનો 15 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગયા વર્ષે દેશમાં કુલ 694 મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ હતી.

- Advertisement -

2025ના પ્રથમ ક્વાર્ટરમાં અમેરિકામાં ઔદ્યોગિક ક્ષેત્રની 32 કંપનીઓ નાદાર થઈ ગઈ. એ જ રીતે કન્ઝયુમર સેક્ટરની 24 કંપનીઓ અને હેલ્થકેર સેક્ટરની 13 કંપનીઓએ પોતાને નાદાર જાહેર કર્યા છે. એવું માનવામાં આવે છે કે વિદેશી વસ્તુઓ પર ટેરિફ લાદવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે અને દેશ મંદીમાં સપડાઈ શકે છે.

Share This Article