Vadilal Dispute: દેશની અગ્રણી આઈસ્ક્રીમ બ્રાન્ડ્સમાંની એક વાડીલાલને નિયંત્રિત કરનાર ગાંધી પરિવારમાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. આ વિવાદના મૂળમાં ત્રણ દાયકા જૂનો એક પારિવારિક કરાર છે. આ કરાર હેઠળ કંપનીના નિયંત્રણને વહેંચવામાં આવ્યું હતું. પરંતુ હવે તેને લઈને ગાંધી પરિવારના મુંબઈ અને અમદાવાદના જૂથો વચ્ચે વિવાદ થયો છે. મુંબઈ જૂથે આ બાબતે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. 1993ના કરાર મુજબ પારિવારિક વ્યવસાયને મુંબઈ અને અમદાવાદ જૂથો વચ્ચે વહેંચવામાં આવ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, મુંબઈ જૂથ ઈચ્છે છે કે અમદાવાદ જૂથને તે આઈસ્ક્રીમ અને જ્યુસના ઉત્પાદન, વેચાણ, વિતરણ અને માર્કેટિંગમાં દખલ કરતા રોકવામાં આવે, જેમને વેચવાનો અધિકાર 1993ના પારિવારિક કરાર હેઠળ તેને મળ્યો છે. શૈલેષ ગાંધીની આગેવાની હેઠળની વાડીલાલ ડેરી ઈન્ટરનેશનલે એક અરજીમાં વચગાળાની રાહતની માંગ કરી છે.
શું છે માંગણી?
તેમનું કહેવું છે કે અમદાવાદ જૂથના સભ્યો, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ અને તેમની સાથે જોડાયેલી કંપનીઓને વાડીલાલ બ્રાન્ડ હેઠળ આઈસ્ક્રીમ અને જ્યુસના ઉત્પાદન, વેચાણ, વિતરણ અને માર્કેટિંગમાં દખલ કરતા રોકવામાં આવે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ અમિત બોરકરે બુધવારે આદેશ અનામત રાખ્યો હતો.
મુંબઈ જૂથના વકીલે દલીલ કરી હતી કે અમદાવાદ જૂથ મુંબઈ જૂથને ખરીદવા માંગતું હતું, પરંતુ તેણે ટ્રાન્ઝેક્શન પૂરું કરવાનો ઈનકાર કર્યો હતો. આ કારણોસર ઘણા વિવાદો સર્જાયા છે. મુંબઈ જૂથનું કહેવું છે કે 1993ના કરાર હેઠળ તેને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશ-તેલંગાણામાં આઈસ્ક્રીમ અને જ્યુસ માટે વાડીલાલ બ્રાન્ડનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો છે. તેના બદલામાં તેણે ગ્રુપની ટ્રેડમાર્ક-હોલ્ડિંગ કંપનીમાં પોતાની હિસ્સેદારી છોડી દીધી હતી.
અહેમદાવાદ જૂથની દલીલો
મુંબઈ જૂથે એવો પણ આરોપ લગાવ્યો કે અમદાવાદ જૂથે તેમના વ્યવસાયને નુકસાન પહોંચાડવા માટે ઘણા પગલાં લીધા છે. જેમાં અમેરિકામાં ટ્રેડમાર્ક સાથે જોડાયેલો કેસ, ગુણવત્તા સાથે જોડાયેલા આરોપો, પ્રોડક્ટ પરત મંગાવવાની માંગ અને ફેક્ટરીઓની તપાસ કરવાનો પ્રયાસો સામેલ છે.
દરમિયાન અમદાવાદ જૂથના વકીલોએ દલીલ કરી હતી કે વાડીલાલ ડેરી ઈન્ટરનેશનલ દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સમાં સતત ગંભીર માઈક્રોબાયોલોજીકલ દૂષણ જોવા મળ્યું છે. કંપની રજિસ્ટર્ડ યુઝર એગ્રીમેન્ટના ક્વોલિટી કંટ્રોલના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આ કરાર 1992માં તે સમયે સાઈન કરવામાં આવ્યો હતો જ્યારે પારિવારિક વ્યવસાયને મુંબઈ અને અમદાવાદ શાખાઓ વચ્ચે વહેંચવામાં આવ્યો હતો.
શાની છે લડાઈ?
મુંબઈ જૂથે એવી પણ દલીલ કરી હતી કે અમદાવાદ ગ્રુપના પ્રતિનિધિઓએ પરસ્પર ઝઘડાઓને ઉકેલવા અને વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ વ્યવસાયને એકસાથે લાવ્યા પછી તેના વ્યવસાયને ખરીદવા પર વિચાર કર્યો હતો. પરંતુ કરારની વાતચીત નિષ્ફળ ગયા બાદ મુંબઈ જૂથે 1993ના કરારની સમાધાન ક્લોઝ હેઠળ આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. તે ત્યાં સુધી વચગાળાની રાહત ઈચ્છે છે જ્યાં સુધી આર્બિટ્રલ ટ્રિબ્યુનલ પોતાનો અંતિમ ચુકાદો ન સંભળાવે.

