Australia Regional Work visa: મોટા શહેર છોડો, નાના શહેરમાં જેકપોટ! ઓસ્ટ્રેલિયામાં નોકરી મેળવવાની સૌથી સહેલી રીત, જાણો શું છે આ સ્પેશિયલ રીજનલ વિઝા

Arati Parmar
3 Min Read

Australia Regional Work visa: ઓસ્ટ્રેલિયા જોબ માટે એક પોપ્યુલર (લોકપ્રિય) દેશ છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વર્કર્સ નોકરી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના ભારતીય વર્કર્સ મોટા શહેરો, જેમ કે મેલબર્ન, સિડની, કેનબેરા, એડિલેડ વગેરેમાં નોકરી કરી રહ્યા છે. જોકે, અહીં નાના શહેરોમાં પણ સ્કિલ વર્કર્સની જરૂર હોય છે અને આવા વિસ્તારોમાં જોબ મેળવવી મોટા શહેરોની તુલનામાં વધુ સરળ હોય છે. આ માટે એક ખાસ વિઝા મળે છે, જેનું નામ ‘સ્કિલ એમ્પ્લોયર સ્પોન્સર્ડ રીજનલ (પ્રોવિઝનલ) વિઝા’ છે.

આ વિઝા દ્વારા કંપનીઓ તે સ્કિલ વર્કર્સને જોબ આપે છે, જેમની અછત સ્થાનિક સ્તરે પૂરી થઈ શકતી નથી. આ વિઝા તે સ્કિલ વર્કર્સ માટે છે, જેઓ નિર્ધારિત પ્રાદેશિક વિસ્તારોમાં રહીને જોબ કરી શકે. આનાથી ત્યાંની અર્થવ્યવસ્થા મજબૂત બની શકશે અને સ્કિલની અછતને દૂર કરી શકાશે.

- Advertisement -

કઈ રીતે મળશે વિઝા?

આ વિઝા માટે ક્વોલિફાય થવા માટે સૌથી પહેલા એક સ્થાનિક કંપની પાસેથી જોબ મેળવવી પડશે. જોબનું નામ ‘ઓક્યુપેશન લિસ્ટ’ (વ્યવસાય યાદી) માં હોવું જરૂરી છે. અરજદાર પાસે જરૂરી સ્કિલ હોવી જોઈએ. તેની ઉંમર 45 વર્ષથી ઓછી હોય અને અંગ્રેજી ભાષા પર સારી પકડ હોય. આ વિઝા માટે આવકની મર્યાદા દર વર્ષે સરેરાશ સાપ્તાહિક કમાણીના આધારે બદલવામાં આવે છે.

વિઝામાં ત્રણ સ્ટ્રીમ કઈ છે?

૧. એમ્પ્લોયર સ્પોન્સર્ડ સ્ટ્રીમ: લેબર એગ્રીમેન્ટ વગર સ્થાનિક કંપની પાસેથી જોબ મેળવનારા વર્કર્સ માટે એમ્પ્લોયર સ્પોન્સર્ડ સ્ટ્રીમ છે. આ હેઠળ વિઝા હોલ્ડર સ્થાનિક વિસ્તારમાં પાંચ વર્ષ સુધી રહી શકે છે અને જોબ કરી શકે છે. ત્રણ વર્ષ પછી PR માટે એપ્લાય કરી શકાય છે. એપ્લિકેશન ફી 4,910 ઓસ્ટ્રેલિયન ડોલર છે.

- Advertisement -

૨. લેબર એગ્રીમેન્ટ સ્ટ્રીમ: આ સ્ટ્રીમ તે વર્કર્સ માટે છે, જેમને એવી કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યા છે, જેનું ઓસ્ટ્રેલિયન સરકાર સાથે લેબર એગ્રીમેન્ટ છે. આ સ્ટ્રીમ દ્વારા પણ વિદેશી વર્કરને પાંચ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેવાની પરવાનગી હોય છે.

૩. સબસીક્વન્ટ એન્ટ્રન્ટ: આ વિઝા હોલ્ડર્સના પરિવારના સભ્યોને તેમની સાથે ઓસ્ટ્રેલિયા આવવાની પરવાનગી આપે છે. આ સ્ટ્રીમ પણ 5 વર્ષ માટે હોય છે અને તેની ફી 4,910 ઓસ્ટ્રેલિયન ડોલરથી શરૂ થાય છે.

- Advertisement -

જો વિઝા પ્રોસેસિંગ ટાઈમની વાત કરીએ તો તે દરેક અરજદાર માટે અલગ-અલગ હોય છે. અરજદારો ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ’ની ગાઈડ પરથી સમયનો અંદાજ મેળવી શકે છે. આ વિઝા ઓસ્ટ્રેલિયાની તે રણનીતિનો ભાગ છે જેનાથી પ્રાદેશિક રોજગારને પ્રોત્સાહન મળે અને ત્યાંના વિકાસમાં યોગદાન આપનારા સ્કિલ વર્કર્સને પરમેનન્ટ રેસિડેન્સીનો રસ્તો મળી શકે.

Share This Article